અમદાવાદ :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 4 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. પ્રથમ નોરતાની પહેલી રાત્રે શાહે માણસામાં આવેલા પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા. અમિત શાહ દર વર્ષે નવરાત્રિમાં પરિવાર સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે. અમિતશાહના આગમનથી દિવસમાં અનેક મંત્રીઓ અને હોદ્દેદારો તેમને મળવાની ઇચ્છા સાથે આવ્યા હતા. જો કે શાહે કોઇ સાથે મુલાકાત ટાળી હતી. આગામી બે દિવસ તેઓ પ્રદેશના નેતાઓ અને સરકારના મંત્રીમંડળ સાથે મુલાકાત યોજે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: તહેવારો નિમિત્તે વેપારીઓએ રાખવો પડશે ખાસ ખ્યાલ, AMC ની નવી ગાઇડલાઇન

લોકડાઉનના 7 મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવ્યા છે. 18મી સુધી અમિત શાહ ગુજરાતમાં જ રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ અમિત શાગ ગુજરાતમાં રોકાશે. તેઓ અગાઉ 17મીએ ઓક્ટોબરે આવવાના હતા. જો કે તેમનો કાર્યક્રમમાં અચાનક પરિવર્તન કરાયું હતું. તેઓ વિધાનસભા ચૂંટણીને લઇને બેઠકો યોજે તેવી શક્યતા સેવાઇ રહી છે. 18મી ઓક્ટોબરે દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે. 


સુરત: ઓપરેશન બાદ ડોક્ટર ગળામાં કપડું ભુલી ગયા, પરિવારે પોલીસ ફરિયાદ દાખલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા શનિ-રવિ અમદાવાદમાં આવવાના હતા. તેઓ નવરાત્રીનું પર્વ હોવાથી પોતાના વતન માણસા ખાતે પુજા તેમ જ આરતીમાં ભાગ લેવા માટે ગુજરાતમાં બે દિવસનું રોકાણ કરે તેવી શક્યતા છે. અમિત શાહ દર નવરાત્રીએ પોતાના પરિવાર સાથે માણસામાં માતાજીની આરતી અને પુજામાં ભાગ લેતા હોય છે. 


બનાસકાંઠામાં ફોઇના દિકરાએ જ યુવતીને બનાવી પોતાની હવસનો શિકાર, ગળુકાપી હત્યા કરી

અમિત શાહ પહેલાથી જ માણસાના બહુચર માતાજી પર ખુબ જ આસ્થા ધરાવે છે. તેઝી તેઓ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી હોવા છતા પણ દર નવરાત્રીએ માતાજીના દર્શન કરવા માટે આવતા રહે છે. શાહ પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube