• સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવાયો છે.

  • સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે


અમિત રાજપૂત/અમદાવાદ :રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે (sg highway) પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આવતીકાલથી દૂર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આવતીકાલે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. 


આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો, ડબ્બાનો ભાવ 2340 રૂપિયાને પાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદીઓને ટ્રાફિકના ત્રાસમાંથી મુક્તિ મળશે
વર્ષ 2016-17માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફ્લાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે 867 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફ્લાયઓવર પણ હતા. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે 36 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે. તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે 35 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે આ બંને ફ્લાયઓવર અમદાવાદીઓની સુવિધા માટે ખૂલવા જઈ રહ્યાં છે. 


આ પણ વાંચો : વડોદરાનું મંગળ બજાર બે દિવસ માટે બંધ, દુકાનો ખૂલશે તો 50 હજારનો દંડ થશે 


દેવદિવાળીએ બંને ફ્લાયઓવર ખુલ્લા મૂકાશે
દેવદિવાળીના તહેવારે ગૃહમંત્રી અમિત શાહ બંને ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. બંને ફ્લાયઓવર શરૂ થતા જ અહીથી પસાર થતા લાખો નાગરિકોને સુવિધા અને સરળતા મળશે. સાથે જ ટ્રાફિકની જામની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.