ઝી મીડિયા/સુરત :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાનું સુરતમાં તેમના પાડોશી સાથેના ઝઘડામાં મર્ડર થયુ છે. ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા. સુરતના અડાજણ રતન પાર્ક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં અવર-જવરને લઈ બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અડાજણ વિસ્તારના રતન પાર્કમાં રહેતા મહેશભાઈ સંઘવી (ઉંમર 63 વર્ષ) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકા થાય છે. તેઓ સુરતમાં ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા છે. શનિવારે તેઓ પોતાની દીકરી સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. તે સમયે તેમનો કમલેશ મહેતા નામનો પાડોશી લિફ્ટમા ઉપર આવ્યો હતો. બંને વચ્ચે લિફ્ટને લઈને બોલાચાલી થઈ હતી. 


આ પણ વાંચો :  લાખોની આવક મેળવવા પ્રગતિશીલ ખેડૂતનો અનોખો દેશી જુગાડ, રાત્રે ખેતર વચ્ચે મૂકે છે પાણીનું કુંડું


લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થઈ હતી. કમલેશ મહેતાએ મહેશભાઈના નાકના ભાગે મુક્કો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ગંભીર હાલતમા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનુ મોત નિપજ્યુ હતું. 


ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના થયા હતા.