ચેતન પટેલ/સુરત :સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા "ભવિષ્ય" કેન્દ્ર શરૂ કરાયુ છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણા આપનારુ બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં "ભવિષ્ય" કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલાં ફરજો અને જો કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલાં નહીં ભરે અને ફરિયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરાશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફૂટ પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે. સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલિંગ વધારવાનું અભિયાન શરૂ કરાયું છે. 


પ્રેમી સાથે રંગરેલિયા મનાવ્યા બાદ વિદ્યાર્થીની થઈ ગર્ભવતી, હોસ્ટેલના બાથરૂમમાં બાળકને જન્મ આપી ફેંકી દીધું


એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ, ને બીજી બાજુ ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને લોહીલુહાણ કર્યાં


અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું, ડેરીએ કર્યો ભાવમાં વધારો