પ્રશાંત ઢીવરે/સુરત: ડમી ઉમેદવાર તોડકાંડ મામલે આખરે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું છે. પહેલી વખત યુવરાજસિંહ જાડેજાને લઇ નિવેદન આપતા જણાવ્યું છે કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. યુવરાજની માહિતી પર કામગીરી કરવામાં આવી છે. યુવરાજે પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા એ પણ એ ગંભીર ગુનો છે. યુવરાજસિંહએ જે જે પુરાવા આપ્યા એ પુરાવાના આધારે પોલીસે કામ કર્યું છે. પોલીસે સીસીટીવી સાથે રજૂ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયા જવાનું સપનું રોળાયું, આ 5 યુનિ.ઓએ મૂક્યો પ્રતિબંધ


વધુમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે યુવરાજના નામ પ્રમાણે કાર્યવાહી કરાઈ છે આગળના  દિવસોમાં ઊંડાણ પૂર્વક તપાસ કરશે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં આવશે નહિ. માહિતીને લઈને કામગીરી કરવામાં આવશે. સાચી માહિતી મળશે તો કામગીરી કરશે. સેટલમેન્ટ કરીને માહિતી આપશો તો કામગીરી કરવામાં આવશે પણ તેના પર પણ કાર્યવાહી થશે.


ખેડૂત દંપતી આશાના છેલ્લા કિરણ સાથે 5 મહિનાના બાળકને લઇ અ'વાદ સિવિલના ઝાંપે પહોંચ્યું


હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસે પુરાવા પર કામ કર્યુ, પોલીસે CCTV પણ રજૂ કર્યા છે. ડમીકાંડમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં. સાચી માહિતી મળશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આરોપીઓનું નામ કેમ છૂપાવ્યું તે પણ તપાસનો વિષય છે. ડમીકાંડનો મુદ્દો રાજકારણ સાથે જોડાયેલો નથી. ભવિષ્યમાં પણ કોઈ માહિતી આપશે તેના પર પણ તપાસ થશે.


27 એપ્રિલથી સૂર્યની જેમ ચમકશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, ગુરૂ ઉદય થઈને આપશે શુભ ફળ


ગુનેગારોનું નામ કેમ છૂપાવવામાં આવ્યું તે પણ તપાસનો વિષય છે. જ્યારે યુવરાજ છીએ રાજનીતિ રમાઈ રહી હોવાના આરોપને લઈ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વિષય રાજકારણ સાથે જોડાયેલો નથી. તેઓ આપના નેતા છે તેમના દ્વારા અપાયેલી માહિતી પર કામગીરી કરી છે. આગળ પણ માહિતી આપશે તો કામગીરી કરવામાં આવશે. 


CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?