હર્ષ સંઘવીએ કહ્યું; મલિક જી! ડ્રગ માફિયા સજ્જાદ કોના ઈશારે મુંબઈમાં બિન્દાસ ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો?
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને નવાબ માલિકના આક્ષેપ પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ, કોના ઈશારે મુંબઈમાં નિર્ભયપણે ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો? તેની તપાસ કરાવો.
ગાંધીનગર: મુંબઈ ડ્રગ કેસ બાદથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિક (Nawab Malik) સમીર વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા છે. હવે આ મુદ્દે મલિક અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે. NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતના બીજેપી નેતાઓને સાણસામાં લીધા છે. ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ ભાવનગર ભાજપ કાર્યાલયેથી પ્રતિક્રિયા આપતાં NCPના નેતા મલિક દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે. ત્યારબાદ જીતુ વાઘાણીએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. હવે આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને નવાબ માલિકના આક્ષેપ પર પલટવાર કર્યો છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને નવાબ માલિકના આક્ષેપ પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ, કોના ઈશારે મુંબઈમાં નિર્ભયપણે ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો? તેની તપાસ કરાવો. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે કે તેમણે ગુજરાતીમાં ડ્રગ્સની ધૂસણખોરી પહેલા ઝડપી લીધું છે.
વડોદરામાં શું હવે ઇંડા-નોનવેજ બુટલેગરો પાસે મંગાવવું પડશે? સ્ટેન્ડિંગ કમિટીનો મહત્ત્વનો નિર્ણય
કેટલાક વર્ષોથી ડ્રગ માફિયા સજ્જાદ શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સ વેચીને મહારાષ્ટ્રના યુવાનોની જિંદગી બરબાદ કરી રહ્યો હતો, આવા ગુનેગારની ધરપકડથી તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? તમને ગુજરાત પોલીસ પર ગર્વ હોવો જોઈએ કે આ ડ્રગ્સ મહારાષ્ટ્ર પહોંચતા પહેલા જ જપ્ત કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આજે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે કહ્યું, આજે ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. નવાબ મલિકે આજે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. હવે આ મુદ્દે તૂણ પકડતો જાય છે.
અત્રે નોંધનીય છે કે, ફડણવીસ વિરુદ્ધ NCP નેતાના આરોપોને લઈને ફડણવીસની પત્નીએ નવાબ મલિક વિરુદ્ધ કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. અમૃતા દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકને તેમના કથિત અપમાનજનક ટ્વીટને લઈને તેમના પર તેમના પરિવારની છબી ખરાબ કરવાનો આરોપ લગાવીને કાનૂની નોટિસ મોકલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube