ગાંધીનગર : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા ખુબ જ વિવાદિત રહી હતી. જે અંગે પરીક્ષા રદ્દ કરવા મુદ્દે ખુબ જ મોટુ આંદોલન થયું હતું. ત્યાર બાદ સરકારે સીટની રચના કરીને યોગ્ય કરવાની બાંહેધરી આપ્યા બાદ સમગ્ર આંદોલન સમેટાયું હતું. સીટમાં ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરીને 10 દિવસમાં અહેવાલ આપવા માટે આદેશ અપાયો હતો. આ અંગે આજે સીટ દ્વારા પોતાનો અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ સરકાર દ્વારા અહેવાલનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ગત્ત 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા SITના પ્રાથમિક અહેવાલ બાદ રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષામાં વ્યાપક ગોટાળો થયો હોવાનો સ્વિકાર કરવાની સાથે સરકારે તેને રદ્દ કરી દીધી છે. પરીક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવેલા પુરાવાને સરકારે સ્વિકાર્યા હતા તે તમામ પુરાવા સાચા હોવાનું સીટ દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ પરીક્ષા રદ્દ કરી હોવાની માહિતી આપી હતી. 

વિદ્યાર્થીઓ દ્વારા 10 જેટલા મોબાઇલ, સીસીટીવી આપ્યા હતા. જેની એફએસએલ દ્વારા ચકાસણી કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ એક બીજાને પુછી પુછીને લખી રહ્યા હોવાનું અને ચાલુ પરીક્ષાએ મોબાઇલ વાપરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પેપરલીકની વિસ્તૃત તપાસ થશે અને તેમાં આ પ્રકારની ચોરી કરનારા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત સાબિત થયે તમામ વિરુદ્ધ 3 વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવશે. તમામ વિરુદ્ધ ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ થશે. 

દોષીતો સામે FIR ઉપરાંત ત્રણ વર્ષનો પ્રતિબંધ
પ્રદીપસિંહે જણાવ્યું કે, આ પરીક્ષાઓમાં ચોરીના અત્યાર સુધીનાં બનાસકાંઠા અને ગીર સોમનાત તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ચાર ફરિયાદો નોંધાઇ છે. આ ઉપરાંત અન્ય સીસીટીવીની પણ તપાસ થશે. જેમાં આજુબાજુમાં ચોરી કરતા કે મોબાઇલ વાપરતા સામે આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉમેદવારો વિરુદ્ધ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ થશે. તે તમામ વિરુદ્ધ 3 વર્ષનો પ્રતિબંધ તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે લાદવામાં આવશે. 


- સરકારે પરીક્ષામાં થયેલી ચોરીની ગંભીર નોંધ લીધી
- બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી
- ચોરીને ટેક્નીકલ સમર્થ મળ્યા બાદ સરકારનો નિર્ણય
- મુખ્યમંત્રી વિજય રૂપાણીને SITએ સોંપ્યો હતો અહેવાલ
- એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ તપાસ કરશે
- ચોરી કરનારા તમામ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ
- બાજુમાં પુછી પુછીને લખી રહેલા વિદ્યાર્થીઓ પર 3 વર્ષનો પ્રતિબંધ લાગશે
- ચોરી કરતા ઝડપાનાર દરેક વિદ્યાર્થીને 3 વર્ષ સુધી બ્લેક લિસ્ટેડ કરાશે.
- પેપર ફોડનારાઓ વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. 
- એન્ટિ ટેરરીસ્ટ સ્કવોર્ડને પણ તપાસમાં સામેલ કરવામાં આવશે. 
- શાળાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
- જે શાળાઓમાં ચોરી થઇ છે તેનો ઉપયોગ હવે નહી કરાય
- જીપીએસસીને સાથે રાખીને પરીક્ષામાં જરૂરી ફેરફાર કરાશે.
- સીટ દ્વારા નવી પરીક્ષા પદ્ધતી વિકસાવવામાં આવશે
- ક્વોલિફિકેશન યથાવત્ત રહેશે, 12 પાસ વિદ્યાર્થી આપી શકશે