અમદાવાદ : આ હોસ્પિટલની તૈયારીઓનો તાગ મેળવવા અને ડ્રાયરનમાં ખુદ ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે. તેમણે ગુજરાતની કોરોના અંગેની સ્થિતિનો તાગ મેળવવા માટે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ હાઇલેવલનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાં તમામ ટોચના અધિકારીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારની તૈયારીઓ પ્રત્યે ગૃહમંત્રી અમિત શાહે આ બેઠકમાં ગૃહમંત્રી સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય સચિવ જયંતી રવિ, આઇએએસ કૈલાસનાથન, આરોગ્ય કમિશ્રન જયપ્રકાશ શિવહરે, સહિત અનેક ટોચનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તેઓ પત્રકાર પરિષદને સંબોધિત કરશે. સ્થિતી અંગે પત્રકારોને માહિતગાર કર્યા હતા. 


અમિત શાહે જણાવ્યું કે, રસીકરણ વધારવા માટે પણ કેટલાક મહત્વાં નિર્ણયો લીધા છે. જો કે રસીકરણ ઝડપથી થાય તે માટે ખુબ જ વિચારણા ચાલી રહી છે. ઓક્સિજન અને કોરોના માટે જરૂરી દવાઓ અને ઇન્જેક્શનનાં સપ્લાયનો પણ રિવ્યું થયો છે. કમસે કમ ગુજરાત માટે હું કહી શકું કે અહીં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન અંગે પણ મે વાતચીત કરી છે. જો કે ઓક્સિજનનો બગાડ પણ ખુબ જ થઇ રહ્યો જેને કાબુમાં લેવા માટે IAS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાને પોતે પણ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે વાતચીત કરી છે. આજે પણ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ ફોન કરીને ચિંતા વ્યક્ત કરી અને માહિતી મેળવી હતી. 


મને વિશ્વાસ છે કે, વિજયભાઇ અને નીતિનભાઇનાં નેતૃત્વમાં પણ જે પ્રકારે પહેલી લહેરમાં બહાર આવ્યા તેમ બીજી લહેરમાંથી બહાર આવીશું. અન્ય કેટલાક નિર્ણયો થયા છે પરતુ આ નિર્ણયો અંગેની જાહેરાત એક અઠવાડીયા બાદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે. હું માત્ર અપીલ કરવા માંગીશ કે રેમડેસિવિર ત્યારે જ પ્રિસ્ક્રાઇબ કરે જ્યારે જરૂર હોય. એક ગાઇડ લાઇન ઇશ્યું કરવામાં આવી છે. વધારે પડતો ઓક્સિજન કે રેમડેસિવિરનો ડોઝ દર્દી માટે તકલીફ પણ ઉભો કરતો હોય છે. ગુજરાત સરકારે એક કમિટી બનાવીને ગાઇડ લાઇન બનાવવાનો નિર્ણય લીધો છે. 


મીડિયાના મિત્રોને અપીલ કરૂ છું કે, ગુજરાતીઓનો જુસ્સો વધે, તે પ્રકારનાં સકારાત્મક સમાચારો ચલાવવામાં આવે. તે સિવાય કોઇ જ વિકલ્પ નથી. કાલથી ધનવન્તરી કોવિડ હોસ્પિટલ શરૂ થશે. 750 ઓક્સિજન બેડ અને 150 વેન્ટિલેટર બેડની જાહેરાત કરી છે. તેમણે ગુજરાત સરકારનાં પ્રયત્નો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. 


આ ઉપરાંત ટાટા ટ્રસ્ટા સહયોગથી ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ બનાવાશે. જેમાં 600 આઇસીયું બેડ હશે. તેના કારણે બેડની ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ હોસ્પિટલનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉપાડશે. ત્યાર બાદનું સંચાલન સહિતની કામગીરી ડીઆડીઓ દ્વારા કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube