કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને કરાયા હોમ ક્વોરોન્ટાઇન, બાદમાં જાણો કેમ નોંધાઈ પોલીસ ફરિયાદ
વિશ્વમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી અને દરરોજ કેસોની સંખ્યા ઉચ્ચ સપાટીએ પહોંચી રહી છે. ત્યારે અમદાવાદના રામોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી. એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લક્ષણ ન જણાતા સિવિલમાંથી રજા આપી 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતાં. આ પિરિયડ પૂરો થતાં ટિમ તપાસ માટે ગઈ તો વૃદ્ધ મળી આવ્યા ન હતા. આખરે વૃદ્ધ ખાનગી ડોકટરના ત્યાં જ સારવાર માટે ગયા હોવાનું જણાતા તેમણે નિયમ ભંગ કરતા રામોલમાં તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મૌલિક ધામેચા, અમદાવાદ: વિશ્વમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી અને દરરોજ કેસોની સંખ્યા ઉચ્ચ સપાટીએ પહોંચી રહી છે. ત્યારે અમદાવાદના રામોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી. એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લક્ષણ ન જણાતા સિવિલમાંથી રજા આપી 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતાં. આ પિરિયડ પૂરો થતાં ટિમ તપાસ માટે ગઈ તો વૃદ્ધ મળી આવ્યા ન હતા. આખરે વૃદ્ધ ખાનગી ડોકટરના ત્યાં જ સારવાર માટે ગયા હોવાનું જણાતા તેમણે નિયમ ભંગ કરતા રામોલમાં તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો:- અમદાવાદમાં 204 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર, આજે નવા 13 વિસ્તાર કરાયા જાહેર
અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા જલકબહેન ચૌધરી પાંચ વર્ષથી નોકરી કરે છે. હાલ કોવિડ 19ને લઈને તેઓ તેમના મેલેરિયા ડોકટર સહિતની ટિમ સાથે આ અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે. તેઓનું કામ કોવિડ ટેસ્ટ કરાવવા આવતા લોકોનો ટેસ્ટ કરી જરૂર પડયે હોસ્પિટલ ખસેડવાનું છે. સાથે સાથે સિવિલમાંથી જે દર્દીઓ આવે તેઓને તથા તેમના પરિવારજનોને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી કરે છે. ગત 27મી જુનના રોજ એક 47 વર્ષીય મનુભાઇ ભરવાડે સિવિલમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.
આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયાના નાગરિક મૂળ અમદાવાદના ડોક્ટર સિવિલમાં કરી રહ્યાં છે કોરોના દર્દીઓની સેવા
આ ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો પરંતુ કોઈ લક્ષણ ન જણાતા તેઓને હોમ ક્વોરોન્ટાઇન થવા સૂચના આપવામાં આવી હતી. 13મી જુલાઈના રોજ ક્વોરોન્ટાઇન પિરિયડ પૂરો થતો હતો. જેથી વૃદ્ધ ના ઘરે જઈને તપાસ કરતા તેઓ મળી આવ્યા ન હતા. બાદમાં તપાસ કરી તો વસ્ત્રાલ ખાતે કોઈ ખાનગી ડોકટરના ત્યાં તેઓ દાખલ થઈ ગયા હોવાનું આ મેડિકલ ટીમને જાણવા મળ્યું હતું. જેથી તાત્કાલિક રામોલ પોલીસનો સંપર્ક સાધતા આ વૃદ્ધ સામે રામોલ પોલીસે IPC 188, 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:- સુરતમાં કોરોના કેસની સંખ્યા 10,000ને પાર, છેલ્લા 19 દિવસમાં આટલા કેસ નોંધાયા
રામોલ વિસ્તારમાં રહેતો મયૂર લાલાભાઇ ભરવાડનો 2 જુલાઇના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેને પણ લક્ષણ ન જાણતા સિવિલે રજા આપી 14 દિવસ માટે હોમ કોરેન્ટાઇન થવાનું કહ્યું હતું. 14 દિવસો પૂર્ણ થતા હેલ્થ વિભાગના અધિકારીઓ ઘરે પહોંચ્યા હતા. પરંતુ મયૂર મળી આવ્યો ન હતો. ત્યારબાદ તપાસ કરતા તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. જેથી આ મામલે હેલ્થ વિભાગના અધિકારીએ મયૂર સામે આઇપીસીની કલમ 188, 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube