સુરત : શહેરમાં હોમગાર્ડ કંપની કમાન્ડરની ખુબ જ ચોંકાવનારી બાબત સામે આવી છે. હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાનાં હાથ નીચે કામ કરતા હોમગાર્ડની દીકરીનું અપહરણ કર્યું હતું અને તેને નર્મદા જિલ્લામા લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. આ ગુના સંદર્ભે દીકરીના પિતાએ હોમગાર્ડ કંપની કમાન્ડર સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ કરી પુત્રીને શોધી કાઢી હતી ને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત હોમગાર્ડ કંપની કમાન્ડરે પોતાનાં જ સહકર્મચારીની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પુણા વિસ્તારમાં રહેતી તરૂણી 7 એપ્રીલે ઘરેથી કોલેજ જવા નીકળ્યા બાદ પરત આવી નહોતી. દીકરી ઘરે ન આવતા પિતા ચિંતામાં મુકાયા હતા. પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જો કે ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. મોબાઇલ ફોનનાં આધારે તપાસ કરતા યુવતીનું લોકેશન નર્મદા જિલ્લાનાં મોટીનાલ ગામમાં બતાવતું હતું. 


જેથી પોલીસની એક ટીમ મોટીનાલ ગામ પહોંચી હતી. દીકરીનો કબ્જો લીધો હતો. જ્યારે આરોપી રાજેશ મનુ વસાવાની અટકાયત કરી લીધી હતી. રાજેશ હોમ ગાર્ડમાં કંપની કમાન્ડરનાં હોદ્દા પર ફરજ બજાવે છે. દીકરીનાં પિતા આરોપી રાજેશ 2001માં સાથે હોમગાર્ડમાં કામ કરતા હતા. ત્યાર બાદ રાજેશને કંપની કમાન્ડર તરીકે પ્રમોશન મળ્યું હતું. 


જો કે રાજેશ અવાર નવાર યુવતીના પિતાને મળવા જતો હતો. આ સમય દરમિયાન તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લાવી પુછપરછ કરતા તેના પર બળાત્કાર થયો હોવાનુ પણ સામે આવ્યું. જેના કારણે હવે અપહરણ ઉપરાંત બળાત્કારની કલમ પણ ઉમેરી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજેશ પર અગાઉ કડોદરા જીઆઇડીસી પોલીસમાં છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube