પાથરણાવાળાએ પુરૂ પાડ્યું ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ, પૈસા ભરેલું પર્સ માલિકને કર્યું પરત
મૌલિક ધામેચા/અમદાવાદઃ એક સામાન્ય માણસે ઈમાનદારીનો દાખલો બેસાડ્યો છે. વાત છે શહેરના ભદ્રકાળી મંદિરની પાસે બહાર બેસતા એક વ્યક્તિની..
ભદ્રકાળિ મંદિર પાસે બહાર પાછરણા પાથરીને વસ્તુઓ વેંચતા ઘણા વ્યક્તિઓ બેસે છે. ત્યારે ત્યાં મોજા વેંચતા એક વ્યક્તિને ત્યાં એક દંપતિ મોજા જોવા માટે આવ્યું હતું આ દરમિયાન તે પોતાનું રૂપિયા 80 હજાર ભરેલુ પર્સ ભૂલીને જતા રહ્યા હતા. ત્યારે પાથરણા વાળાનું ધ્યાન જતા તેણે આ પર્સ પોલીસને સોંપ્યું હતું. કાંરજ પોલીસને આ પર્સ મળતા પોલીસે મૂળ માકિલની ખરાઇ કરીને તેમને પોતાના પૈસા પરત કર્યા હતા.
આ દંપતિના પૈસા ગાયબ થતા તેઓ પણ ચિંતામાં મુકાયા હતા પરંતુ પોલીસ સ્ટેશનથી પૈસા પરત મળી આવતા દંપતિએ હાશકારો અનુભવ્યો હતો. તેણે ઈમાનદારીનું ઉદાહરણ પુરુ પાડનાર પાથરણાવાળાને રૂપિયા બે હજાર ઈનામ તરીકે આપ્યા હતા.