કિરણસિંહ ગોહિલ/બારડોલી :પલસાણા તાલુકાના બારાસડી ગામે રણછોડરાયના મંદિરે દર્શનાર્થીઓ ઉપર મધમાખીએ હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોને એ જ હાલતમાં બારડોલી સરદાર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે આવેક રણછોડરાયનું મંદિર આવેલું છે. આજે વૈશાખી પૂનમ હોઈ સુરત જિલ્લાભરમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવ્યા હતા. જ્યાં અચાનક મધમાખીનો પુડો કોઈ કારણસર છંછેડાયો હતો. જેથી ત્યાં હાજર મોટી સંખ્યામાં ભક્તોને મધમાખી કરડી હતી. તાત્કાલિક તમામને ખાનગી વાહનો તેમજ 108 એમ્બ્યુલન્સ મારફત બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના દીકરાનું ભયાનક અકસ્માતમાં મોત, વોલ્વોના ફૂરચેફૂરચા ઉડી ગયા


મંદિરે વહેલી સવારથી ભીડ જામી હતી અને મંદિરમાં નીકળતો અગરબત્તીનો ધુમાડો બહાર આવ્યો હતો. આ ધુમાડો મધમાખીના પૂડામાં જતા માખીઓ ઉડી હતી અને દર્શનાર્થીઓને વળગી પડી હતી. જેને પગલે મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. 


સોમનાથમાં શિશ ઝૂકવતા પહેલા અમિત શાહે હેલિકોપ્ટરથી કરી મંદિરની પ્રદક્ષિણા


રણછોડરાયનું આ મંદિર પૌરાણિક મંદિર છે. ડાકોરના રણછોડરાય મંદિર જેટલી જ આસ્થા અહીં ભક્તોમાં છે. જેથી પૂનમ ભરવા લોકો આવે છે. આ મધમાખીનું ઝુંડ પ્રથમવાર નહિ, પરંતુ બે વર્ષ અગાઉ પણ આજ પૂનમે કેટલાક ભક્તો ઉપર હુમલો કર્યો હતો. અને જેમાં એક આધેડનું મૃત્યુ પણ થયું હતું. જેથી હોવી આ મધમાખીના પૂડાનો કાયમી નાશ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.