રક્ષિત પંડ્યા, રાજકોટ: ધોરાજીમાં હનિટ્રેપનો બનાવ સામે આવ્યો છે. જેમાં લેડી ડોન પાયલ બુટાણીનું નામ સામે આવ્યું છે. પાયલ બુટાણીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખ રૂપિયાની માગ કરી હતી. જેમાં પોલીસે કુખ્યાત પાયલ બુટાણીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમદાવાદની બે હોસ્પિટલના 17 ડોક્ટરોને TB, સારવાર હેઠળ


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-ધોરાજીની કુખ્યાત પાયલ બુટાણીની ટોળકીએ એક વેપારીને શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીને હનિટ્રેપમાં ફસાવ્યા બાદ પાયલ બુટાણી અને તેની ટોળકીએ તેની પાસેથી રૂપિયા 15 લાખની માગ કરી હતી.


વધુમાં વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત, જાણો સૌથી વધુ અને ઓછું તાપમાન કયા શહેરમાં


[[{"fid":"217674","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ મામલે વેપારીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે ધોરાજી પોલીસે પાયલ બુટાણી અને અન્ય એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જોકે, પાયલ બુટાણીનું નામ અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યું છે. આ મામલે પોલીસે મંગળવારે પાયલ સહિત પાંચ લોકો સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...