અમદાવાદઃ ગુજરાતના પોલીસ તંત્રમાં ચકચાર મચાવનાર હની ટ્રેપનો મામલે મોટો ખુલાસો થયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપાયેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એમપીની રૂપાળી કથિત યુવતીના નિવેદનમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આખરે આ કેસમાં રાઈનો પહાડ બનાવ્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. યુવતીએ પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં આવતી વાતોને નકારી કાઢી છે. મીડિયામાં આવી રહેલી વાતોમાં તથ્ય નથી તો સ્ટોરી ઊભી કેવી રીતે થઈ એ સો મણ નો સવાલ છે. કથિત હની ટ્રેપ કેસમાં પોલીસમાંથી સત્તાવાર નિવેદન જાહેર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ગાંધીનગરમાં એક પોલીસ એકેડમી છે. જ્યાં નવા પોલીસકર્મી અને અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. યુવાનોને અહીં ઘોડેસવારીની તાલીમ પણ આપવામાં આવે છે. થોડા મહિના પહેલાં એક રૂપસુંદરી ઘોડેસવારીનો કોર્સ કરવા આવી પછી શું એક બાદ એક 6 IPS અધિકારીને ફસાવી લીધા હોવાની ચર્ચા હતી. જેમાં 2 અધિકારી બચી ગયા, 4 IPSએ રૂપિયાનો ઢગલો કરવો પડ્યો હતો.  ગુજરાતમાં આ ચોંકાવનારો હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. હવે આ કેસમાં પોલીસને ક્લિનચીટ અપાઈ દેવાઈ છે. પહેલાં એવી ચર્ચા હતી કે, કરોડોના આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારી પણ ફસાઈ શકે તેવી સંભાવના વચ્ચે પોલીસે જ આ કેસમાં ભીનું સંકેલી લેવાની તજવીજ હાથ ધરી હતી. હવે જોકે, આ કેસમાં ફિંડલું વળી ગયું છે. આ કેસમાં તથ્ય ન હોવાની વિગતો બહાર આવતાં આ પ્રકરણ ચર્ચાને એરણે કેવી રીતે ચડ્યું એ સૌથી મોટો સવાલ છે. 


આ પણ વાંચોઃ નવા વર્ષની ઉજવણીમાં દારૂ કે ડ્રગ્સનો નશો કર્યો તો ખેર નહીં, 14,000 પોલીસકર્મી તૈનાત


હનીટ્રેપના આ મામલાની ફરિયાદ હજુ સુધી તઈ ન હતી જોકે, આ કેસમાં અંદરખાને તપાસ ચાલુ હતી. એવી પણ ચર્ચા હતી કે યુવતીએ એમપી અને મહારાષ્ટ્રમાં અધિકારીઓને ભોગ બનાવ્યા છે. ગુજરાત પોલીસને આની જાણ થઈને સુંદરીનો પત્તો મળ્યો હતો. હવે આ કેસમાં ભીનું સંકેલાઈ ગયું છે. ગુજરાત પોલીસે 6 મહિના સુધી રૂપસુંદરીને શોધી હોવાના અહેવાલો પણ છે. હનીટ્રેપ કરનારી છોકરી ઈન્દોરની રહેવાસી છે અને તેણે છાકટી અદાઓથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફસાવ્યા હતા. યુવતીની લાઈફસ્ટાઇલ હાઇ પ્રોફાઇલ છે. મોંઘી કાર વાપરવાની, હોટલોમાં જવાની શોખીન અને મોટા ગજાના લોકો સાથે મિત્રતા કરી રોફ જમાવતી હતી. જોકે આ પ્રકરણમાં હવે વધુ વિગતો બહાર આવે તેવી સંભાવનાઓ ઘણી જ ઓછી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube