ઉઝા : વેપારી સાથે મોબાઇલ ફોન પર વાત કરીને તેની સાથે મીઠી મીઠી વાતો કરીને એખ યુવતી સહિત અલગ અલગ સાત લોકો પાસેથી 58 લાખ રૂપિયાની રકમ પડાવી લેવાના ચોંકાવનારા કિસ્સામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હનીટ્રેપ ગેંગને ઝડપી લીધી છે. પકડાયેલા શખ્સો ગઇકાલે કોર્ટમાં રજુ કરીને ઉંઝા પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. જો કે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં વેપારીને ફસાવનાર ડિમ્પલ પટેલ નામની યુવતી ફરાર થઇ ગઇ હતી. જે આજે પોલીસ પકડમાં આવી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામા યુવા ઉદ્યોગપતિનું દર્દનાક મોત, ફુલસ્પીડમાં વાહન હંકારવુ ભારે પડ્યું


આ ઘટના ઉંઝાની નામાંકિત કંપનીમાં જોબ કરતા એક યુવકે અજાણી યુવતીનો ચાર મહિના પહેલા ફોન આવ્યો હતો. ત્યાર બાદ બંન્ને મીઠી મીઠી વાતો કરવા લાગ્યા હતા. યુવક પણ પ્રેમજાળમાં ફસાવા લાગ્યો હતો. ધીરે ધીરે બંન્ને વચ્ચે મિત્રતા કેળવાતા યુવતીએ મળવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો અને યુવકના પરિચિતની ઓફિસમાં સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ યુવતીએ ઉંઝાથી વિસનગર મુકી જવા જણાવ્યું હતું. દરમિયાન યુવતીને પોતાના વાહનમાં યુવક મુકવા માટે જઇ રહ્યો હતો ત્યારે કેટલાક યુવકો સાથે રકઝક થઇ હતી. ત્યારે અચાનક એનસીપી નેતા નટુ ઠાકોર સહિતના માણસો પણ ત્યાં પહોંચ્યા હતા. બંન્ને વચ્ચે સમાધાન કરાવી પૈસાથ મામલો થાળે પાડવાની વાત કરી હતી. 


ગેરકાયદેસર ચાલતી હડતાળને સમટી, સરકાર સોંપે ત્યાં નોકરી કરવા ડોક્ટર તૈયાર થઈ જાય: નીતિન પટેલ


યુવક પાસેથી 58 લાખ રૂપિયા પડાવ્યા હતા. પૈસાથી મામલો થાળે પાડવાની વાત કહી સૌપ્રથમ 35 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી. આ ઉપરાંત યુવતીને બાળક આવવાનું કહીને ઓબર્શનની વાત કરી વધારે પૈસા પડાવ્યા હતા. જો કે થોડા સમય બાદ યુવતીએ સુરત વરાછા પોલીસના નામે ફોન કરી ઓબર્શન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવક પાસેથી 12 લાખ પડાવ્યા હતા. આ પ્રકારે જુદા જુદા યુવકો પાસેથી કુલ 58.50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું ચોંકાવનારુ સામે આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube