રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભુજ તાલુકાના સુખપર ગામના યુવાનને હનીટ્રેપની જાળમાં ફસાવી પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવામા આવી હતી. ત્યારે આ કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુખપર ગામમાં રહેતા 36 વર્ષીય વિનોદ ગોરસિયા નામના યુવકને છોકરી જોઈએ છે તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો અને ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો ત્યારે એક મહિલાએ આવીને યુવકને ધમકી આપી કે તે મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. તેમ કહીને મહિલાએ મામલો શાંત પાડવા યુવક પાસેથી રૂપિયા લઈ લીધા હતા. બાદમાં કથિત મહિલા પોલીસ કર્મચારીએ આવીને ફરિયાદ ન નોંધવા 50 હજાર પડાવી લીધા, અને ત્યારથી હનીટ્રેપ શરૂ થઈ હતી.


આ પણ વાંચો : સંતાનોની નજર સામે પતિએ પત્નીને ગોળીથી વીંધી નાંખી


‘યુવતીએ દવા પી લીધી છે, હવે યુવતી મરી ગઈ છે...’ જેવા વિવિધ બહાના કરી વિનોદ પાસેથી લાખો રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી અલ્ટો કારમાં અપહરણ કરીને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી. તે સમયે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા. ગાડીમાં આવેલા શખ્સોએ કથિત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ આપી હતી. જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવ્યું છે.


વિનોદ ગોરસિયાએ પોલીસમાં ફરિયાદ કરતા ત્રણેય આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમની પાસેથી 16 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. તેમજ હનીટ્રેપમાં સંડોવાયેલી મહિલાના નામ સામે આવતા તેની શોધખોળ ચાલુ હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું.