રઘુવીર મકવાણા/બોટાદ : મોટા ભાગના પ્રેમ લગ્ન નો ખરાબ અંજામ આવતો હોય છે ત્યારે આવો  વધુ એક કિસ્સો ગઢડામા પ્રકાશમાં આવ્યો છે. બોટાદના ગઢડા તાલુકાના લીંબાળી ગામે રહેતા અને મુળ બાબરા તાલુકાના નાની કુંડળ ગામનો વતની જયસુખ ભાલીયા નામના યુવકનું તેની પત્નીના પિતા અને ભાઈઓ દ્વારા અપહરણ કરીને તેની હત્યા કરી વાવડી ગામ પાસે લાશને ફેંકી દીધી હતી. જે મામલે બોટાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ગણત્રરીની કલાકોમાં ૬ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમુલના નામે ડુપ્લીકેટ ઘી તો નથી ખાઇ રહ્યા ને? જાણો સામે આવ્યું મસમોટું કૌભાંડ !


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી ગામે રહેતા જયસુખ ભાલીયા નામના યુવકનુ અપહરણ થયાની  ગઢડા પોલીસમાં જયસુખ ભાલીયાના મિત્ર અશોકભાઈ સાકળીયાએ ફરીયાદ નોંધાવી હતી. જો કે બીજા દિવસે વહેલી સવારે વાવડી ગામ પાસેથી જયસુખનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જયસુખની ડેડબોડીને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને પકડવા તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણત્રીની કલાકોમાં બંન્નેને ઝડપી લીધી હતી. 


આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા માનવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી...


બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીબાળી ગામે રહેતા જયસુખભાઈ ભાલીયા તેના મિત્ર અશોકભાઈ સાકળીયાને વાડીએ મુકી જવાનું કહેતા ગત તારીખ ૫ સપ્ટેમ્બરના સમાજના સમયે અશોક સાકળીયા જયસુખને બાઈક પર વાડીએ મુકવા જતા હતા તેવામાં ઈતરીયા લીબાળી વચ્ચે પહોંચતા એક  બોલરો ગાડી વચ્ચે આવી બાઈક સાથે અથડાવી ગાડીમાથી  ૬ જેટલા લોકો લાકડીયો સાથે નીચે ઉતરી જયસુખને માર મારી ઢસડી ગાડીમાં બેસાડી દીધો હતો. 


ડીઝલના અસહ્ય ભાવ વધારાને કારણે હવે માછીમારો પણ બેહાલ, હોડીઓ લાંગરેલી જ રાખવી પડશે


જયારે જયસુખનો મિત્ર અશોક નાસી છુટયો હતો. ગઢડા પોલીસમાં ૬ શખસો વિરુદ્ધ અપહરણની ફરીયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધ ખોળ શરૂ કરી હતી. જો કે અપહરણકરતાઓને પકડે તે પહેલા અપહરણકારોએ જયસુખની હત્યા કરીને વાવડી ગામ પાસે રામપરા ગામે જવાના રસ્તા પર સાઈડમાં જયસુખની લાશને ફેંકી દિધી હતી. જયારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 


ગુજરાતનું સૌથી મોટુ શહેર CORONA બાદ હવે રોગચાળાનું હોટસ્પોટ બન્યુ, ઓગસ્ટમાં 6212 કેસ


જયસુખ વાલજીભાઈ ભાલીયા મૂળ અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના નાની કુંડળ ગામનો વતની છે અને તે હાલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીબાળી ગામે રહેતા હતો. જયસુખ ભાલીયા એ આજથી ૪ વર્ષ પહેલા તેનાજ ગામ નાની કુંડળ ગામના ખોડાભાઈ ઝાપડીયા ની દિકરી શિતલબેન સાથે પ્રેમ લગ્ન કરેલ જે લગ્ન યુવતીના પરિવારજનો ને મંજુર ન હતા જેથી આ બંને નાની કુંડળ થી રાજકોટ રહેવા ગયેલ અને ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાઓથી બોટાદના ગઢડા તાલુકાના લીબાળી ગામે રહેતા હતા ત્યારે યુવતીના પરિવારજનો એ જેની દાઝ રાખી જયસુખ ભાલીયાની હત્યા કરવાનુ કાવતરૂ ઘડી આ યુવાનનું પહેલા અપહરણ કરી યુવાનની હત્યા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube