નશામાં ખોવાઈ રહેલું યુવાધન હુક્કાબાર બંધ થતાં હવે યુવાનોમાં વધ્યો નશાનો નવો ક્રેઝ!
સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં હુક્કાબાર પર પોલીસનો નિયંત્રણ વધતા હવે યુવાનોમાં ઇ-સિગરેટનો ક્રેઝ વધ્યો છે. એસઓજીએ ઇ-સિગરેટનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરી છે, અને ચાંદખેડા વિસ્તારમાં એક દુકાનમાં રેડ કરી ઇ સિગારેટની પ્રતિબધિત વસ્તુઓ જપ્ત કરી છે. ત્યારે આપણે જોઈએ કોણ છે નશાના વેપારીઓ કે યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહ્યા છે.
સામાન્ય રીતે યુવાવર્ગ હુક્કાનો નશો કરવા માટે હુક્કાબારમાં જતા હતા. પરતું પ્રતિબંધ હુક્કાબાર પર પોલીસની તવાઈ વધતા હવે મીની હુક્કાબારની ઇ સિગારેટ રૂપમાં શરૂ થયું છે. જે યુવાનને સરળતાથી ઇલેક્ટ્રિક ઇ સિગારેટ બજારમાં મળી રહે છે અને યુવાઓનો હવે હુક્કાની જગ્યાએ લિકવિડ નિકોટીન વાળી ઇ સિગારેટના વ્યસની બની ગયા છે.
SOGને એક બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ વલ્ડ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીના જુદી જુદી ફ્લેવરના ઇ સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડીવાઇસ,ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચિઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરીને sogએ ચાંદખેડા પોલીસને સોંપ્યો છે.
SOG ક્રાઇમની ટીમે ઇ સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ચાંદખેડામાં ઈ-સિગારેટનો ધંધો ધમધમી રહ્યો હતો. પકડાયેલા આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી અમદાવાદના સરદારનગર વિસ્તારના રહેવાસી છે. આ આરોપીની પુછપરછમા મુંબઈના વસીમ નામના શખ્સનુ નામ સામે આવ્યુ છે.
મહત્વનું છે કે, ઇ સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાજિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.
ચાંદખેડા પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી બે આરોપી ધરપકડ કરી છે. આ આરોપી કેટલા સમયથી ઈ સિગારેટનો ધંધો કરતા હતા અને મુંબઈના વસીમ સિવાય અને કોઈ વ્યકિત સંડોવાયેલુ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube