મુસ્તાક દલ, જામનગરઃ જામનગર શહેરમાં પણ ઉત્તર ભારતીય સમુદાય દ્વારા છઠપૂજાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. જામનગર શહેરના બાલાજી પાર્ક, સેનાનગર, રવિ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીના વિશાળ કુંડ બનાવી ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓ દ્વારા ઉગતા સૂર્ય અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી વિધિવત રીતે પૂજા કરવામાં આવી. આ તકે મેયર બીનાબેન કોઠારી, ભાજપના નગરસેવકો અને ભાજપ અગ્રણી જીતુભાઈ લાલ તેમજ ઉત્તર ભારતીય સમુદાયના આગેવાનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ભારત અને હિંદુ ધર્મનો આ એકમાત્ર તહેવાર છે જેમાં ઉત્તર ભારતીય સમુદાયની મહિલાઓ દ્વારા પૂજા કરીને ઉગતા સૂર્ય અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ તહેવાર હિંદુ ધર્મમાં આસ્થા અને આસ્થાની પૂજા છે, જેમાં સૂર્ય ભગવાનને આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. છઠ પૂજા ઉત્તર ભારતમાં ઉજવાતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને તે ખાસ કરીને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઉજવવામાં આવે છે.


આ પણ વાંચોઃ મોજશોખ કરવા માટે દિવાળી પર બંધ મકાનમાં કરી લાખોની ચોરી, ત્રણ આરોપી ઝડપાયા


પોતાના વતનથી દૂર રહેતા લોકો પણ તેઓ જ્યાં રહે છે ત્યાં આ તહેવાર ઉજવે છે. તેથી આજકાલ, તે વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. બિહાર છઠ પૂજા માટે સૌથી પ્રખ્યાત છે. આ તહેવાર આ દિવસે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે અને દેશના ઘણા સમાજોને જોડવાનું કામ કરે છે. ધીરે ધીરે, તમામ રાજ્યો અને સમાજના લોકો આ તહેવાર પ્રત્યે આદર અને આસ્થા રાખવા લાગ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube