મયુર સાંધી/સુરેન્દ્રનગર :સોશિયલ મીડિયા પર હંમેશા લોકોને કંઈક અજીબ અને ચોંકાવનારું જોવા મળતુ હોય છે. કેટલીક વાર એવુ જોવા મળે છે જેનાથી આપણને આંખો પર વિશ્વાસ નથી થતો. આપણા દેશમાં સાપને લઈને ડર પર છે, અને શ્રદ્ધા પણ છે. સાપ જ્યારે જમીન પર સરકતો દેખાય છે ત્યારે ભલભલાના હાજા ગગડી જાય છે. હાલ આવો જ એક વિચિત્ર સાપ ગુજરાતમાં જોવાયો હોવાનું ચર્ચાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકાનાં વડીયા ગામની સીમમાં વિચિત્ર સાપ જોવા મળ્યો હોવાની વાત ફેલાઈ છે. આ સાપને ઉપર સફેદ અને કાળા કલરનાં પટ્ટા છે. તો અજીબ વાત એ છે કે, તેનાં માથે શીંગડાં જોવા મળ્યું છે. આ સાપ જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શીંગડાવાળો સાપ
સોશિયલ મીડિયા પર હાલ આ સાપ તેજીથી ચર્ચામા આવી ગયો છે. જેના માથા પર બે શીંગડા દેખાઈ રહ્યાં છે. શીંગડા તો માત્ર ગાય, ભેંસ, હરણ જેવા કેટલાક પ્રાણીઓના માથા પર જોવા મળતા હોય છે. પરંતુ આ પાસના માથા પર શીંગડા છે. 


આ પણ વાંચો : લિફ્ટ કરુણાંતિકામાં એક પરિવારે બે જુવાનજોધ દીકરા ગુમાવ્યા, કેમેરા સામે રડી પડ્યા પિતા...


વાયરલ થયો વીડિયો
આ વીડિયોમા સાપ જમીન પર સરકતો દેખાઈ રહ્યો છે. જેના માથા પર બે સીંગડા છે. આ વીડિયો જોઈને યુઝર્સને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, ખરેખર આ સાપ જ છે ને. ક્યારેય લોકોએ સાપના માથા પર શિંગડા જોયા નથી.



સાપના માથા પર શિંગડાની વાત કરીએ તો, રણપ્રદેશમા જોવા મળતા સાપના માથા પર શિંગડા હોય છે. આ વાઈપર પ્રકારના સાપ હોય છે, જેમના માથા પરના શિંગડા એકદમ નાના હોય છે. જોકે, વીડિયોમા દેખાનારા સાપના માથા પરના શિંગડા મોટા દેખાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.