Accident News : ગોંડલમાં વહેલી સવારે એક એકસ્માતમાં બે મિત્રોને કાળ ભરખી ગયો હતો. નવાગઢના બંને મિત્રો કમઢીયા ખાતે મામાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બે મિત્રોના એકસાથે મોતથી પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલના કમઢીયા ગામ પાસે મામાદેવના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. નવાગઢ ગામથી હરિભાઈ મકવાણા (ઉંમર 17 વર્ષ) તથા પ્રકાશ ભવાનભાઈ મેણીયા (ઉંમર 20 વર્ષ) નામના બે મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે મંદિર જતા સમયે તેમની ગાડી એક બાઈક સાથે અથડાઈ હતી. વહેલી સવારે બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોના ત્યાં જ મોત નિપજ્યા હતા. જોકે, બંને યુવકોની બાઈકને ટક્કર મારીને અકસ્માત સર્જનાર અન્ય બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. 


વાતાવરણમાં ઠંડક છે એવું સમજીને હરખાતા નહિ, બે દહાડા પછીની આગાહીથી હચમચી જશો


ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. યુવકોને સારવાર આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બંને મોતને ભેટ્યા હતા. ત્યાર બાદ તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 


અકસ્માતમાં મોતને ભેટનાર બંને યુવકો જેતપુરના નવાગઢ ગામના રહેવાસી હતી. જોકે, જુવાનજોધ દીકરાઓ ગુમાવનારા પરિવાર અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના 118 વર્ષના શતાયુ મતદાર! ચંપાબેને 1951 ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં પણ કર્યુ હતું મતદાન


યુવકો ડાઇંગના કારખાનામાં મજૂરી કરે છે
બને મૃતક યુવાનો નવાગઢ અને સરધારપુર રહે છે અને ડાઇંગના કારખાનામાં છૂટક મજૂરી કામ કરે છે. મૃતક હિતેશ હરિભાઈ મકવાણા (ઉ.વ. 17) ને પરિવારમાં બે ભાઈઓમાં સૌથી નાનો હતો. તો પ્રકાશ ભવનભાઈ મેણીયા (ઉ.વ. 20) માતા પિતા અને બે ભાઈઓમાં સૌથી નાનો હતો. અકસ્માત સર્જીને ફરાર થયેલા બીજા બાઈક ચાલકને પકડી પાડવા સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.