Chhota Udepur News હકીમ ઘડિયાળી/છોટાઉદેપુર : ક્યારેક ગુના આચરનારા એવા ગુના આચરતા હોય છે કે, ક્રુરતાની તમામ હદો પાર કરતા હોય છે. આ કિસ્સો સાંભળીને સો ટકા તમારા રુંવાડા ઉભા થઈ જશે. વાંચ્યા બાદ તમારું મગજ ચકરાઈ જશે કે, આટલી હદે હેવાનિયત કોણ આચરે. છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના પિપલદા ખાતે લૂંટ વિથ ડબલ મર્ડર ઘટના સામે આવી છે, જેમાં લૂંટારાઓ લૂંટ કરવા માટે વૃદ્ધ દંપતીની હત્યા કરી વૃદ્ધ મહિલાના બંને પગ કાપી પગમાં પહેરેલા કડાની લૂંટ કરીને ભાગી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યાના ગુના નોંધાયા છે. જેમાં એક ઉચાપાણ ખાતે પ્રેમીની હત્યા પ્રેમિકાના પિતાએ કરી હતી. સંખેડા ખાતે પુત્રએ પિતા પૈસા વાપરવા ન આપતા કોદાળી વડે ઘા કરીને હત્યા કરી નાંખી હતી, અને ત્રીજી ઘટના કવાંટ તાલુકાના પિપલદા ખાતે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે.


જમ્મુ-કાશ્મીર ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, કોંગ્રેસ-NCનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણી


લૂંટ વિથ મર્ડરની પ્રાપ્ત માહિતી અનુસાર, પિપલદા ખાતે રહેતા ગનજીભાઈ ચીમનભાઈ (ઉં.વ.70) અને તેમના પત્ની ચિમટીબેન (ઉં.વ. 65) કામ પરવાની રાત્રે ઘરે સૂઈ ગયા હતા. ત્યારે લૂંટના ઇરાદે આવેલ લૂંટારાઓએ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગનજીભાઈને ગળાના પાછળના ભાગે ચાર પાંચ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ નજીકમાં સૂઈ રહેલ ચિમટીબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે ગરદનના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહિ, ચિમટીબેનના ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ કાપીને પહેરેલી વીંટી કાઢી લીધી હતી અને તેમના બંને પગ કાપીને પગમાં પહેરેલ 600 ગ્રામ ચાંદીના કડા કાઢીને લૂંટ કરીને ભાગી ગયા હતા.


આ અંગે કવાંટ પોલીસને જાણ થતાં કવાંટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક દંપત્તિની લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. અને અજાણ્યા લૂંટારૂ વિરૂદ્ધ હલગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


મહત્વની વાત એ છે આ દંપતી ઘરમાં એકલા રહેતા હતા અને આ વાત લૂંટારુઓ સારી રીતે જાણતા હોય તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને લાગ્યું. જાણભેદુ દ્વારા જ હત્યા કરાયા હોવાની શંકા સેવાઇ રહી છે.


10 લાખ નહીં મહિલાઓ 15 લાખ રૂપિયા સુધીની કરાવી શકશે મફત સારવાર, જાણો કઈ છે આ યોજના