VALSAD માં ભયાનક અકસ્માત, ગાડીનો કડુસલો વળી ગયો 2ના ઘટના સ્થળે જ મોત
શહેરના ધરમપુર ચોકડી પાસે વાપી તરફથી સુરત જતી કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી મુંબઇ તરફ જતા 2 ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં રહેલા 3 પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એકની ગંભીર ઇજાઓને લઇને સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. વલસાડ ધરમપુર ચોકડી ખાત સુરત તરફ જતી GJ 05 CD 5750 ના ચાલકે વાપી તરફથી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કારના ચાલકે કાબુ ગુમાવતા મુંબઇ તરફ જતા ટ્રેક પર દોડી રહેલા 2 ટેમ્પો સાથે ટકરાઇ હતી.
વલસાડ : શહેરના ધરમપુર ચોકડી પાસે વાપી તરફથી સુરત જતી કારના ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદાવી મુંબઇ તરફ જતા 2 ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં રહેલા 3 પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એકની ગંભીર ઇજાઓને લઇને સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતા. વલસાડ ધરમપુર ચોકડી ખાત સુરત તરફ જતી GJ 05 CD 5750 ના ચાલકે વાપી તરફથી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કારના ચાલકે કાબુ ગુમાવતા મુંબઇ તરફ જતા ટ્રેક પર દોડી રહેલા 2 ટેમ્પો સાથે ટકરાઇ હતી.
અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા 2 યાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108 ની ટીમ અને વલસાડ સીસી પોલીસની ટીમને થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગથની તપાસ આદરી હતી.
અકસ્માતમાં કારમાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર રીતે ઇજાગ્રસ્તને 108ની મદદથી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કડુસલો વળી ગયો હતો. કારમાં સવાર ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવા માટે સળીયા દ્વારા દરવાજો તોડીને કારમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો.
વલસાડની ધરમપુર ચોકડી પાસે આવેલી હોટલનાં સીસીટીવી કેમેરેમાં સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેમાં નવસારી તરફ જતી ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મુંબઇ તરફના ટ્રેક પર જઇ રહેલા ટેમ્પો સાથે અથડાઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube