• વરરાજાને બચાવવા અનેક લોકો ઘોડી પાછળ ભાગ્યા હતા

  • ઘોડી પરથી પટકાતા વરરાજાને સામાન્ય ઇજા પહોંચી હતી

  • સોશિયલ મીડિયા પર વરરાજાની ફજેતી વાયરલ થઈ 


પ્રેમલ ત્રિવેદી/પાટણ :પાટણના હારીજ તાલુકાના રોડા ગામે અજીબ બનાવ્યો છે. વરઘોડે ચઢેલા વરરાજાને લઈને ઘોડી ભાગી છૂટ્યો હતો. ત્યારે જાનૈયાઓમાં જોવા જેવી થઈ હતી. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, હારીજ તાલુકાના રોડ ગામે એક યુવકના લગ્નની જાન નીકળી હતી. તમામ જાનૈયાઓ નાચવામાં મશગૂલ હતા. આવામાં વરરાજા જે ઘોડી પર બેસ્યા હતા, તે ઘોડી બેકાબૂ બની હતી. શરૂઆતમાં તે ઘોડીના માલિકથી પણ સચવાઈ ન હતી. માંડ માંડ કાબૂમાં આવી હતી. પરંતુ આ વચ્ચે જ જાનૈયાઓ નાચી રહ્યા હતા ત્યાં ઘોડી વરરાજાને લઈને ભાગી ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટના જોવા જેવી થઈ હતી. જાનૈયાઓ નાચવાનું છોડીને ઘોડીને પકડવા દોડ્યા હતા. ઘોડી વરરાજાને લઈને દૂર સુધી ભાગી હતી. આ ઘટનામાં જાનૈયાઓના જીવ ઉંચા થઈ ગયા હતા. પણ વરરાજા હેમખેમ પાછા આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.



વરરાજાને લઈને ભાગતા ઘોડીવાળો વીડિયો વાયરલ થયો છે. વરરાજાને બચાવવા અનેક લોકો ઘોડી પાછળ ભાગ્યા હતા. જોકે, ઘોડી પરથી પટકાતા વરરાજાને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, સોશિયલ મીડિયા પર વરરાજાની ફજેતી વાયરલ થઈ હતી. વીડિયો હાસ્યાસ્પદ બન્યો છે.