દિવ્યેશ જોશી/રાજકોટઃ રાજકોટમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં હોસ્ટેલમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે તેની જ હોસ્ટેલનો હેવાન ગૃહપતી કે જેને વિકૃતત્તાની તમામ ચરમસીમાની હદ વટાવી દીધી હતી અને આ ગૃહપતિ વિદ્યાર્થીને બીભત્સ વીડિયો બતાવી પટ્ટા વડે બેફામ માર મારી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો જેથી માલવિયા પોલીસે આ હેવાન ગૃહપતિની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીને બેફામ માર મારવામાં આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો..
રાજકોટમાં લેઉવા પટેલ બોર્ડિંગમાં રહી ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીને બેફામ માર મારવામાં આવતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે તેના પરિવારજનો તેમજ પોલીસને પ્રાથમિક એવી કબુલાત આપી હતી કે હોસ્ટેલમાં રહેતા તેના સાથી મિત્રો દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. પરંતુ થોડીવાર બાદ તેણે તેના પરિવારજનોને  જણાવ્યું હતું કે તેની જ હોસ્ટેલનો ગૃહપતિ હસમુખ વસોયા છેલ્લા ઘણા દિવસોથી તેની સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો અને તેને પટ્ટા વડે બેફામ મારતો હતો.


આ પણ વાંચોઃ આજથી દરિયાનું બળ ઘટશે, માછીમારોએ દરિયા દેવની પૂજા કરીને માછીમારી સીઝનની શરૂઆત કરી


બીભત્સ વિડીયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો...
રાજકોટમાં આવેલી લેઉવા પટેલ બોર્ડિંગ હોસ્ટેલનો હસમુખ વસોયા નામના ગૃહપતિએ તેની જ હોસ્ટેલના એક 14 વર્ષીય વિદ્યાર્થીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. જેમાં આ હેવાન ગૃહપતિ આ 14 વર્ષીય વિદ્યાર્થીને પોતાના મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો હતો. ત્યારબાદ તેને પટાવડે માર મારવામાં આવતો હતો અને ત્યારબાદ તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હતું અને ગૃહપતિ દ્વારા આ વિદ્યાર્થીને એવી ધાક-ધમકી પણ આપવામાં આવતી હતી કે આ બનાવ અંગેની જાણ કોઈને કરવામાં આવશે તો તને જાનથી મારી નાખવામાં આવશે.જેમાં ગત સોમવારના રોજ પોતાના નિત્યક્રમ મુજબ આ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ પટ્ટા વડે બેફામ માર મારવામાં આવતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. અને તેવી પણ ધમકી આપવામાં આવી હતી કે આ ઘટનાની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખવામાં આવશે જેથી ડરી ગયેલા વિદ્યાર્થીએ સૌપ્રથમ તો તેના પરિવારજનોને તેના સાથી મિત્રએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું.


છેલ્લા 15 દિવસમાં અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું...
ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય તેની જ બોર્ડિંગ હોસ્ટેલના ગૃહપતિ દ્વારા આચરવામાં આવતા માલવયા પોલીસે લેઉવા પટેલ બોર્ડિંગ હોસ્ટેલના ગૃહપતિ તરીકે ફરજ બજાવતા હસમુખ ચકુભાઈ વસોયા નામના આરોપીની ધરપકડ કરી હતી જેમાં તેને માલવિયા પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે તે છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો પરંતુ છેલ્લા 15 દિવસમાં અવાર-નવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ઉપરાંત તેને બીભત્સ વિડિયો બતાવવામાં આવતા હતા. તેમજ તેને પટ્ટા વડે માર પણ મારવામાં આવતો હતો.


આ પણ વાંચોઃ પાટણમાં ગોઝારો અકસ્માત : આઈસર સાથે કાર અથડાતા ત્રણ યુવકોને કારમાં જ મળ્યું મોત


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube