ઉદય રંજન, અમદાવાદ: રવિવારે મોડી રાત્રે અમદાવાદના સાબરમતિ વિસ્તારમાં આવેલા ટોલનાકા ચાર રસ્તા પર મારામારીનો બનાવ બન્યો હતો. બનાવની વિગતો એવી છે કે ટોલનાકા ચાર રસ્તા પર આવેલા જોગી ઠાકોરના તવા ત્રણ યુવકો જમવા ગયા હતા. આ દરમિયાન કોઇ અણબનાવ સર્જાતા હોટલના માલિક મહેશ ઠાકોર, જોગી ઠાકોર તથા અન્ય 3 શખ્સોએ જમવા માટે આવેલા યુવકોને ઢોર માર માર્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહા વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ


પ્રાપ્ત માહિતી અનુસાર પ્રજ્ઞેશ પરમાર, જયેશ વાઘેલા તથા અન્ય એક યુવકને હોટલના માલિક નિદર્યતાપૂર્વક દંડા અને ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત 3 યુવકોમાં પ્રજ્ઞેશ પરમારની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક ચાંદખેડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જેને પગલે હાલમાં સાબરમતિ પોલીસે નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરી છે. 


ફરિયાદી પ્રજ્ઞેશ પરમારે જણાવ્યું હતું કે અમે જમવા ગયા હતા ત્યારે હાથ અડી જતા જમવાનું ઢોળાઇ ગયું હતું. આ દરમિયાન જોગીજી ઠાકોર અને મહેશ ઠાકોર આવ્યા હતા અને જાતિવાચક શબ્દો ઉચ્ચાર્યા હતા. તમે મારા તવા પર આવો છો અને નુકશાન કરો છો. એમ કહી લોખંડની પાઇપ વડે માર માર્યો હતો અને સોનાના દાગીના લઈ લીધા હતા.


આ ઘટના પગલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટ કરીને આરોપીઓની ધરપકડની માંગ કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે 'ગઈકાલે રાત્રે અમદાવાદમાં જે રીતે દલિત યુવાનો પર હિંસા કરવામાં આવી તેની માત્ર નિંદા નહીં પણ આક્રોશસહ આંદોલન કરવામાં આવશે. અત્રેથી હું ગુજરાતના મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપું છું જો સરકાર આરોપીઓને ધરપકડ કરીને તેમને સજા નહીં ફટકારે તો ગુજરાત બંધ નું એલાન કરવામાં આવશે.