સપના શર્મા/અમદાવાદ :મોંઘવારીએ પોતાની હદ વટાવતા મહિલાઓ ચિંતાતુર બની છે. આ મામલે અમદાવાદની કેટલીક મહિલાઓએ zee 24 કલાક ની સામે પોતાની વ્યથા ઠાલવી. આ દરમિયાન એક મહિલાની આંખો મોંઘવારીને કારણે ભીની થઇગઈ. તેમણે રડમસ અવાજમાં મોંઘવારીને લઈને પરિવારની પરિસ્થિતિ માટે વેદના ઠાલવી હતી. ગૃહણીઓને આ સમય કોઈ કપરાકાળથી ઓછો ન લાગતો હોવાનું તેમણે જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી સામે અમદાવાદના ગૃહિણી રમાબેને નારાજગી દર્શાવી હતી. 2022 ની શરૂઆતથી જ મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. આવી મોંઘવારી વચ્ચે મધ્યમવર્ગી પરિવાર માટે ન વેઠાય, ન બોલાય જેવી સ્થિતિ છે. અમદાવાદની પોળમાં રહેતા રમાબેન ગઢવી સરકાર સામે ઘણા નારાજ જોવા મળ્યા. 


આ પણ વાંચો : ગોવા કરતા પણ ગુજરાતના આ બીચની વધુ ડિમાન્ડ છે, વેકેશન પડતા જ વાટ પકડી


રમાબેનનું કહેવું છે કે, એક સમયે ખાંડ કરતા ગૉળ સસ્તો મળતો હતો અને અમે બાળકોને ગૉળ રોટલી જમવા આપતા હતા. પણ આજે તો ગૉળ પણ 60 રૂપિયા કિલો મળી રહ્યો છે. 2700 રૂપિયાના ભાવે વેચાતી ઘઉંની ગુણ પણ આજે 3500 માં મળી રહી છે. તેલનો ડબ્બો જે ગત વર્ષે 1600 રૂપિયામાં મળતો, તેને બદલે 2800 રૂપિયામાં મળી રહ્યો છે ત્યારે જમવું કે નહિ તે સમજાતું નથી. 


રમાબેન પોળમાં તેમના દીકરા સાથે રહે છે. તેમનું કહેવું છે કે, ઘરમાં બે જ વ્યક્તિ છીએ તો ય હાલ મહિનાનું કરિયાણું ખરીદવા જતા બિલ 3500 રૂપિયા આવે છે, જે ગત વર્ષ સુધી 2100 રૂપિયા આવતું હતું. એક તરફ ગત વર્ષની સરખામણીએ મોંઘવારી વધી છે ત્યારે બીજી તરફ ઓછું ભણેલા લોકોને પગાર નથી મળી રહ્યો. એવામાં ઘર ચલાવવું કઈ રીતે તે એક મોટી સમસ્યા છે.


આ પણ વાંચો : 


ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો