Gujarat court, સુરત: ગુજરાતની એક અદાલતે ગાયની તસ્કરીના કેસમાં અજીબો ગરીબ તર્ક રજૂ કરીને ચુકાદો આપ્યો છે. ગૌ-તસ્કરી કેસમાં કોર્ટે ચુકાદો આપતાં અમુક અવલોકનો કર્યા છે. કોર્ટે જણાવ્યું છે કે જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પણ પૃથ્વી પર નહીં પડે તે દિવસે તમામ સમસ્યાઓનો ઉકેલ આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના તાપી જિલ્લાની એક કોર્ટમાં સેશન્સ જજ એસ.વી. વ્યાસની આગેવાની હેઠળની બેન્ચે આ ટિપ્પણી કરી હતી. આ સાથે કોર્ટે એમ પણ જણાવ્યું છે કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘર પરમાણુ હુમલામાં સુરક્ષિત રહે છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવા બદલ 22 વર્ષના એક વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારતી વખતે બેન્ચે તાજેતરમાં આ વાત જણાવી હતી.


કાતિલ ઠંડીના ત્રીજા રાઉન્ડમાં ઠંઠુવાયું ગુજરાત, જાણો હવામાન વિભાગની ભયાનક આગાહી


કોર્ટે જણાવ્યું હતું કે એક સમય એવો આવશે, જ્યારે લોકો ગાયોના ચિત્રો દોરવાનું ભૂલી જશે. આઝાદીના 70 વર્ષથી વધુ સમય વીતી ગયો છે પણ હજું ગૌહત્યા અટકી નથી પરંતુ તે ચરમસીમાએ પહોંચી રહી છે. આજે જે સમસ્યાઓ છે તે એટલા માટે છે કારણ કે ચિડીયાપણું અને ગરમ સ્વભાવનું પ્રમાણ વધી રહ્યો છે. આ વધારાનું એકમાત્ર કારણ ગાયોની કતલ છે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે પ્રતિબંધિત ન હોય ત્યાં સુધી સાત્વિક વાતાવરણની અસર થઈ શકે નહીં.


કોર્ટે મોહમ્મદ અમીન આરીફ અંજુમના કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણીઓ કરી છે. આ વ્યક્તિની જુલાઈ 2020 માં એક ટ્રકમાં 16 થી વધુ ગાયો અને પશુઓને ગેરકાયદેસર રીતે પરિવહન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આરોપ એવો પણ લગાવવામાં આવ્યો હતો કે ગાયોને ભોજન અને પાણીની કોઈ સુવિધા ના હોવાના કારણે દોરડાથી બાંધી દેવામાં આવી હતી. 


ગુજરાતની તમામ બોર્ડર પર કેમ આપવામાં આવ્યું હાઈઅલર્ટ? આગામી સાત દિવસ ખુબ જ ખાસ!


ગાય માત્ર જાનવર નથી
હત્યા અને ગેરકાયદેસર પરિવહનની ઘટનાઓને સભ્ય સમાજ માટે શરમજનક ગણાવતા કોર્ટે કહ્યું કે ગાય માત્ર એક જાનવર નથી, પરંતુ તે માતા છે, તેથી તેનું નામ મા રાખવામાં આવ્યું છે. ગાય જેવું કૃતજ્ઞ બીજું કંઈ નથી. ગાય એ 68 કરોડ પવિત્ર સ્થાનો અને તેત્રીસ કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. 


પ્રજાસત્તાક દિને દિલ્હીમાં રજૂ થશે ગુજરાતની ઝાંખી, જાણો શું હશે અનોખી થીમ?


કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર બ્રહ્માંડ પર ગાયની જવાબદારી વર્ણનની અવહેલના કરવાનું છે. જે દિવસે ગાયના લોહીનું એક ટીપું પણ પૃથ્વી પર નહીં પડે તે દિવસે પૃથ્વીની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને પૃથ્વીની સુખાકારી સ્થપાઈ જશે. ગાય સંરક્ષણ અને ગૌપાલન વિશે ઘણી વાતો કરે છે પરંતુ આચરણમાં મૂકતા નથી. કોર્ટે એક સંસ્કૃત શ્લોકને પણ ટાંક્યો જેમાં કહ્યું હતું કે જો ગાય લુપ્ત થઈ જશે, તો બ્રહ્માંડનું અસ્તિત્વ પણ સમાપ્ત થઈ જશે અને વેદના તમામ છ અંગો ગાયોના કારણે ઉદ્ભવ્યા છે.