Gujarat Assembly Elections 2022: ગુજરાતની રાજનીતિમાં 1985 સુધી ભાજપ હાંસિયામાં રહ્યુ હતું. 182 સીટવાળી ગુજરાત વિધાનસભામાં મુશ્કેલથી 9 કે 11 ધારાસભ્યો ચૂંટણી જીતતા હતા. મહાનગરપાલિકા અને પંચાયત ચૂંટણીમાં પણ ભાજપની હાજરી આંગળીના વેઢે ગણાય એટલી હતી. તેના બાદ 1987-88 માં રામશિલા પૂજન યાત્રા થઈ. 1989 માં બોફોર્સ તોપની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપોમાં કોંગ્રેસ વિરોધી લહેર ચાલી. રાજ્યમાં પાર્ટીના આધાર મજબૂર કરવામાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની રથયાત્રાએ નિર્ણયાક ભૂમિકા ભજવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1995 માં ભાજપે પોતાના દમ પર સરકાર બનાવી
તેનુ પરિણામ એ આવ્યું કે, 1995 માં ભાજપે પહેલીવાર રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, રાજ્યમાં કોંગ્રેસ જ્યારે પોતાના શીર્ષ પર હતી, ત્યારે તે સમયે તેના વિરોધમાં 37 ટકા વોટ પડતા હતા. આ વોટ જનસંઘ/ભાજપ અને જનતા પાર્ટી કે જનતા દળની વચ્ચે વહેંચાયેલા રહેતા હતા. 


જનતા દળ (ગુજરાત) નુ કોંગ્રેસમાં વિલીનીકરણ અને ભાજપને ફાયદો
1990 ના દાયકામાં મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલનું આકસ્મિક નિધન થયું. જ્યારે માધવસિંહ સોલંકી અને જીનાભાઈ દરજી જેવા કોંગ્રેસના દિગ્ગજોએ સક્રિય રાજનીતિ છોડવાની જાહેરાત કરી. સનત મહેતા, પ્રબોધ રાવલ અને અન્ય વરિષ્ઠ નેતાઓની રાજકીય જમીન નબળી થઈ રહી હતી. જનતા દળ (ગુજરાત) નું કોંગ્રેસમાં વિલીનીકરણ ભાજપ માટે સારુ સાબિત થયું. હવે કોંગ્રેસ વિરોધી વોટ ભાજપ અને જનતા દળ/જનતા પાર્ટીની વચ્ચે વહેંચાયેલા રહેતા હતા, તે ભાજપના ફાળે ગયા. 


1980 માં મળ્યા 23 ટકા વોટ
ચૂંટણી પંચના આંકડા અનુસાર, રાજ્યના 1980 ના ચૂંટણીમાં જનતા પાર્ટી (જેપી) અને જનતા પાર્ટી (સેક્યુલર) ને 23 ટકા વોટ મળ્યા હતા. ભાજપને 14 ટકા. 1990 ની ચૂંટણીમાં ભાજપને 26.69 ટકા અને જનતા દળને 29.36 ટકા વોટ મળ્યા હતા. 1995 ની ચૂંટણીમાં ભાજપને 42.51 ટકા વોટ મળ્યા હાત. ચિમનભાઈ પટેલની ગેરહાજરીમાં જનતા દળને માત્ર 2.82 ટકા વોટ મળ્યા હતા.  
 
કેવી રીતે વધુ ભાજપની લોકપ્રિયતા
80ના દાયકાના અંત અને 90 ના દાયકાની શરૂઆતમાં ત્રણ-ચાર મહત્વની ઘટનાઓને કારણે ભાજપની લોકપ્રિયતા વધી. પહેલું રામજન્મભૂમિ આંદોલન, બીજુ બ્રાહ્મણો, વાણિયા, પટેલો અને અન્ય સર્વણોની પાર્ટી મનાતી ભાજપ દ્વારા ઓબીસી અને અન્ય પછાત વર્ગોના લોકોને આકર્ષિત કરવાનું મુખ્ય હતુ. ઓબીસી કેટેગરીની 146 ઉપ-જાતિઓ પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કર્યું. રીક્ષાચાલકો, નાના વેપારીઓના સંગઠનો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. જેનાથી ભાજપને મુખ્યધારાની રાજનીતિમાં એન્ટ્રી મળી. સોશિયલ એન્જીનિયરિંગની સાથે પાર્ટીના સામાજિક વિકેન્દ્રીકરણ અને સશક્તિકરણ પર કામ કર્યું. જેનાથી ગુજરાતમાં ભાજપના મૂળિયા ઉંડે ઉતર્યા. 


ગોધરાએ હિન્દુઓને એકજૂટ કર્યાં
ગોધરાની ઘટના પર નજર કરીએ તો હિન્દુ વોટ આ કારણે એકજૂટ થયા, આ ઘટનાએ તુષ્ટીકરણની રાજનીતિને નાબૂત કરવામાં મદદ કરી. આવા અનેક કારણોએ પાર્ટીને લાંબા સમય સુધી સત્તામાં રહેવા માટે મદદ કરી. ભાજપે રાજ્યને અસ્થિરતા તરફથી સ્થિરતા તરફ અગ્રેસર કર્યાં. નરેન્દ્ર મોદીએ એક વિઝન સાથે નેતૃત્વ પ્રદાન કર્યું, જેનાથી રાજ્યમાં ભાજપના મૂળિયા મજબૂત થયા અને 20 થઈ વધુ વર્ષોથી સત્તા બનાવવાનું મૂળ મંત્ર બન્યા. 


કોંગ્રેસ શાસનમાં મુખ્યમંત્રી બદલાતા રહ્યાં
કોંગ્રેસના શાસન કાળમાં વારંવાર મુખ્યમંત્રી બદલાવું, રાષ્ટ્રપતિ શાસન જેવી અસ્થિરતા હતી. તેનાથી રાજ્યનો વિકાસ રુંધાયો હતો. તેનાથી વિપરાતી નરેન્દ્ર મોદીએ 13 વર્ષો સુધી રાજ્યને મજબૂત નેતૃત્વ આપ્યું. તેના વિકાસના વિઝનને રાજ્યને વૈશ્વિક માનચિત્ર પર લાવી દીધું.