કેટલો ખતરનાક છે JN.1 Variant, કોવિડના નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં કેમ?
Gujarat Corona Case: કોવિડ હવે ફરી દેશવ્યાપી બની રહ્યો છે. દેશના એક બાદ એક રાજ્યમાં કોવિડનો પગપેસારો થઈ રહ્યો છે. અગાઉની લહેરોની જેમ આ વખતે પણ શરૂઆતમાં કોવિડ મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો છે. અગાઉની જેમ જ કેસ પણ દૈનિક ધોરણે વધી રહ્યા છે.
Gujarat Corona Case: દુનિયાના 40થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલો કોવિડનો નવો વેરિયન્ટ હવે ભારતની ચિંતા વધારી રહ્યો છે. કોવિડનું નવું સ્વરૂપ ચીન બાદ હવે ભારતમાં પણ જોખમ વધારી રહ્યું છે. કેમ કે મૃત્યુઆંક ધીમા પગલે વધી રહ્યો છે. ગુજરાતે સાવચેત રહેવાની જરૂર એટલા માટે છે કેમ કે દેશમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ રાજ્યમાં જ નોંધાયા છે.
ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: 523 ASIને PSI તરીકે પ્રમોશન, સત્તાવાર નોટિફિકેશન
કોવિડ હવે ફરી દેશવ્યાપી બની રહ્યો છે. દેશના એક બાદ એક રાજ્યમાં કોવિડનો પગપેસારો થઈ રહ્યો છે. અગાઉની લહેરોની જેમ આ વખતે પણ શરૂઆતમાં કોવિડ મોટા શહેરો પૂરતો મર્યાદિત રહ્યો છે. અગાઉની જેમ જ કેસ પણ દૈનિક ધોરણે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 702 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છ દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોવિડના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 થઈ છે. અમદાવાદમાં કોરોનાની ધીમી રફ્તારે ગતિ પકડી લીધી છે. આજે શહેરમાં વધુ 10 નવા કેસ નોંધાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરુષ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં કુલ 46 એક્ટિવ કેસ થયા છે.
તૈયારી રાખજો! નવા વર્ષે ગુજરાતમાં કંઈક મોટું થશે! આ ઘાતક આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં!
ચિંતાનો વિષય કોવિડનો નવો સબ વેરિયન્ટ JN.1 છે, દેશમાં જેના કેસ 100ને પાર પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં JN.1ના કુલ 109 કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ સામે આવ્યા છે. આમાંથી મોટાભાગનાં દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. દિલ્લીમાં પણ JN.1નો પહેલો કેસ સામે આવી ચૂક્યો છે. જો કે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીનું માનીએ તો દર્દીને સામાન્ય ઈન્ફેક્શન છે અને નવો વેરિયન્ટ દક્ષિણ ભારતમાં ફેલાઈ રહ્યો છે.
ગુજરાતની ધરતીના પેટાળમાં કંઈક તો થઈ રહ્યું છે! ચોમાસા બાદ કેમ આવ્યાં 9 મોટા ભૂકંપ?
દેશમાં જે છ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે, તેમાં મહારાષ્ટ્રમાં 2 અને કર્ણાટક, કેરળ, પશ્વિમ બંગાળ અને દિલ્લીમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના સૌથી વધુ કેસ નોંધાયા છે, જો કે આરોગ્ય મંત્રીનું માનીએ તો 22 દર્દી સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે કેટલાક હોમ આઈસોલેશનમાં છે. આરોગ્ય મંત્રી ભલે જિનોમ સિક્વન્સિંગની અને ચિંતા ન કરવાની વાત કરતા હોય, પણ મૂળ વાત એ છે કે ગુજરાતમાં કોવિડની ખરી સ્થિતિ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા થકી સામે આવી છે. જેને જોતાં કોંગ્રેસે રાજ્ય સરકાર પર કોવિડના આંકડા છૂપાવવાનો આક્ષેપ કર્યો છે.
ગિફ્ટ સિટી બાદ આ પ્રવાસન સ્થળોએ મળશે દારૂમાં છૂટ? ઋષિકેશ પટેલના મોટા સંકેત
ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 67 એક્ટિવ કેસ છે. જો કે સ્થિતિ હજુ સામાન્ય હોવાથી કોવિડને ગંભીરતાથી નથી લેવાતો, પછી તે જનતા હોય કે તંત્ર. સાવચેત રહેવા માટે ફરી ચીન તરફ જોવાની જરૂર છે, જ્યાં કોવિડે હાહાકાર મચાવ્યો છે.