Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતે વેપારનો મહાવિશ્વકુંભ ખુલ્લો મુકી દીધો છે. જી હાં, પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં વાઈબ્રન્ટ સમિટ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે મંગળવારે અનેક દેશની મોટી મોટી કંપનીના CEO અને વડાઓએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી. પીએમ મોદી સાથે મુલાકાત બાદ તમામ લોકોના મોઢા પર એક જ વાત હતી કે, ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર છે. જુઓ કયા કયા મહાનુભાવોએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટ ગુજરાતથી દુનિયા જોશે ભારતનો દમ
જી હાં, વાઈબ્રન્ટ ગુજરાતને લઈને જેટલો ઉત્સાહ ગુજરાતમાં છે એનાથી અનેક ગણો વધારે ઉત્સાહ અન્ય દેશોના વડાઓમાં પણ છે. ખાસ કરીને મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રાધ્યક્ષો સાથે અનેક દેશના ગ્લોબલ કંપનીના CEO સાથે પણ મુલાકાત કરી.


વિશ્વના નેતાઓને PMએ દેખાડી ગુજરાતની પ્રતિભા
મહત્વની વાત એ છેકે, આ તમામ લોકો ગુજરાતમાં રોકાણ કરવા માટે આતુર છે.. દ્વીપક્ષીય ચર્ચામાં PM મોદીએ બંને દેશોના વિકાસ પર ખાસ જોર આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન પીએમએ પોતાની આ મહત્ત્વપૂર્ણ મુલાકાતના પહેલા દિવસે ગાંધીનગરમાં તિમોર-લેસ્તેના રાષ્ટ્રપતિ જોસ રામોસ-હોર્ટા સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે.. 


માઇક્રોન ટેક્નોલોજીના CEO સંજય મેહરોત્રાએ PM મોદી સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ તેઓ ઉત્સાહિત દેખાયા હતા. ગુજરાતમાં હાલ માઈક્રોન ટેક્નોલોજીનો સાણંદમાં પ્લાન્ટ બનવાની કામગીરી શરૂ છે. બેઠકમાં સંજય મેહરોત્રાએ સાણંદ પ્રોજેક્ટની પ્રગતિ અને સેમીકંડક્ટરના ઉત્પાદન માટે કર્મચારીઓ વધારવા વિશે માહિતી આપી હતી.


વેપારના કુંભમેળામાં ઊભરાયો ઉદ્યોગકારોનો મેળો
હર હંમેશની જેમ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત અદભુત રહી. PM મોદી દુરંદેશી નેતા છે. ભારતમાં સેમી કન્ડક્ટર બનાવવા માટે PM આતુર છે. પ્રધાનમંત્રીને સાણંદમાં સેમિ કન્ડક્ટરના પ્રોજેક્ટની હાલની સ્થિતિ જણાવતા અમને આનંદ થયો છે. માઈક્રોનનો ઉદ્દેશ સેમિકન્ડક્ટરના પ્રોડક્શન વધારવા પર છે. આ સિવાય માઈક્રોનના અન્ય ઉદ્દેશ સાથે પણ પ્રધાનમંત્રી મોદી સાથે ચર્ચા થઈ.


PM મોદી સારા લીડરની સાથે એક વિઝનરી નેતા
DP વર્લ્ડના CEO સુલતાન અહેમદ બિન સુલેયમે PM મોદી સાથેની મુલાકાત પછી કહ્યું હતું કે અમે ભારતમાં મૂડીરોકાણ વિશે ચર્ચા કરી હતી હતી.. DP વર્લ્ડે 2.5 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને આવનારાં ત્રણ વર્ષમાં અમે વધુ મૂડીરોકાણ કરશે. પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક શ્રેષ્ઠ રહી. PM મોદી સારા લીડરની સાથે એક વિઝનરી નેતા છે. પ્રધાનમંત્રી મોદીની એનર્જી અમને પણ ઉત્સાહિત કરી છે. ભારતમાં રોકાણને લઈને અમારા વચ્ચે ચર્ચા થઈ. મેન્યુફેક્ચરીંગ સહિત અન્ય મુદ્દાઓ પર પણ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી. આ સિવાય ભારતમાં અમે ઉત્તમ ટેકનિક સાથે ગ્રાઉન્ડ પર ઉતરવા માગીએ છીએ કેમ કે, ભારતમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે.


ઈયન માર્ટિન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી
આ સિવાય ઓસ્ટ્રેલિયાની ડેઈકિન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર ઈયન માર્ટિન સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી.. આ મુલાકાતમાં શિક્ષણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સારા સમયમાં પ્રધાનમંત્રી સાથે ચર્ચા થઈ આ ચર્ચા શ્રેષ્ઠ રહી. ભારતમાં શિક્ષણના ભવિષ્ય અને શોધને લઈને બંને વચ્ચે ચર્ચા થઈ. અમારા માટે આ ઉત્તમ તક છે, કારણ કે 38 વર્ષ બાદ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે અમને આવવાનો અવસર મળ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવાની શ્રેષ્ઠ તક મળી.


વાઈબ્રન્ટ ગુજરાતનો ઈતિહાસ પણ રોચક
2003માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટને બ્રાન્ડ બનાવવા માટે અન્ય વિકલ્પો પૈકી 'વાઇબ્રન્ટ ગુજરાત' પસંદ કર્યું હતું. આજે આ નામ છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના વિકાસનો પર્યાય બની ગયું છે. આજે ગુજરાતમાં 15 લાખ કરતાં વધુ એમએસએમઇ છે, જે ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મહત્વ ધરાવે છે. ઔદ્યોગિક જરૂરિયાત અનુસાર કુશળ માનવબળ પણ ગુજરાત ધરાવે છે.. રાજ્યમાં બંદરોનું વિશાળ નેટવર્ક છે.. વાઈબ્રન્ટના કારણે ગુજરાતના વિકાસને અદભૂત વેગ મળ્યો છે.