અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત, જાણો હવે ગુજરાતીઓએ US જવું અઘરું કે આસાન?
સમગ્ર વિશ્વની જેની પર નજર હતી. વિશ્વના સૌ લોકો જેના માટે આતુર હતા તે અમેરિકાના પ્રેસિડન્ટ કોણ બનશે તેનો આખરે અંત આવ્યો. આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો પન્નો ટૂંકો પડ્યો
US Election Results 2024 LIVE Updates: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અને જગત જમાદાર કહેવાતા દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી સંપન્ન થઈ છે. સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને હરાવીને રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવી છે. અમેરિકનોએ આ વખતે સત્તાનું સિંહાસન ડોનાલ્ડ ટ્રમ્પને સોંપ્યું છે. ટ્રમ્પ સાથે PM મોદીની દોસ્તી જગજાહેર છે. અમેરિકામાં ટ્રમ્પે હાઉ-ડી મોદી અને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરાયું હતું..તેના પરથી જ બન્ને વચ્ચેની મિસ્ટ્રી સમજી શકાય છે. અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયોને કેવો દબદબો છે?, ટ્રમ્પ રાજથી ગુજરાતીઓને શું થશે ફાયદો?
- ટ્રમ્પના હાથમાં આવી જગત જમાદારની સત્તા
- અમેરિકામાં ટ્રમ્પ રાજ, ગુજરાતીઓને શું ફાયદો?
- અમેરિકાની ચૂંટણીમાં કેવી રીતે છવાયું ગુજરાત?
- હવે ગુજરાતીઓએ US જવું અઘરુ કે આસાન?
- ભારત માટે કેટલા લાભકારી રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ?
સમગ્ર વિશ્વની જેની પર નજર હતી. વિશ્વના સૌ લોકો જેના માટે આતુર હતા તે અમેરિકાના પ્રેસિડન્ટ કોણ બનશે તેનો આખરે અંત આવ્યો. આ વખતે ડૉનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા. ભારતીય મૂળના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો પન્નો ટૂંકો પડ્યો અને રિપબ્લિકન પાર્ટીના હાથીએ ડેમોક્રેટિક પાર્ટીના ગદર્ભને ધોબી પછડાટ આપી દીધી. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. જો બાઈડન પહેલા ટ્રમ્પ જ રાષ્ટ્રપતિ હતા. હવે ફરી એકવાર 4 વર્ષ માટે અમેરિકાની જનતાએ વ્હાઉટ હાઉસનું સિંહાસન ટ્રમ્પને સોંપ્યું છે.
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ છવાઈ ગયા. ટ્રમ્પની જીતથી ભારત અને ખાસ ગુજરાતીઓ માટે કેટલો ફાયદો અને કેટલું નુકસાન તેની વાત કરીશું. અમેરિકાની ચૂંટણી માટે બેલેટ પેપર છે. આ બેલેટ પેપર જોઈને ગુજરાતી તરીકે તમારી છાતી ગજ ગજ ફૂલી જશે. કારણ કે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ પણ ભારત અને ગુજરાતીઓને તાકાતને કેટલી સમજે છે તે તમે આ પેપર પરથી જ સમજી ગયા હશો. આ પેપર પર જે સુચનાઓ અને લખાણ લખાયેલું છે તે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લખાયેલું છે. પ્રમુખ અને ઉપપ્રમુખના મતદારો 4 વર્ષની મુદ્દત, એક માટે વોટ આપો. તેવું સ્પષ્ટ લખાણ આપણી માતૃભાષા ગુજરાતીમાં લખેલું છે. નીચે પણ અનેક સુચનાઓ ગુજરાતીમાં લખેલી છે. જગત જમાદાર કહેવાતા શક્તિશાળી દેશ અમેરિકામાં ગુજરાતી ભાષાને સ્થાન મળે તે ગુજરાતીઓ માટે એક મોટી સિદ્ધી કહી શકાય.
અમેરિકામાં 200થી વધુ ભાષાઓ બોલાય છે, ત્યાં માત્ર એક ભારતીય ભાષાએ બેલેટ પેપરમાં પ્રવેશ કર્યો છે અને તે પણ હિન્દી નહીં પરંતુ આપણી ગુજરાતી...અમેરિકાના મતપત્રોમાં અંગ્રેજીની સાથે 4 વધારાની ભાષા ઉમેરાઈ તેમાં ગુજરાતીને ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે. એશિયાની ચાઈનીઝ, સ્પેનિશ અને કોરિયન ભાષાને પણ બેલેટ પેપરમાં સ્થાન અપાયું છે. તો આ વખતે પહેલી વખત બંગાળી ભાષાને પણ સ્થાન મળ્યું હતું.
- અમેરિકામાં જય ગુજરાત
- અમેરિકામાં 200થી વધુ ભાષાઓ બોલાય છે
- માત્ર એક ભારતીય ભાષાએ બેલેટ પેપરમાં પ્રવેશ કર્યો
- હિન્દી નહીં પરંતુ આપણી ગુજરાતી
- અંગ્રેજીની સાથે 4 વધારાની ભાષા ઉમેરાઈ
- ગુજરાતીને ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે
અમેરિકાના અલગ અલગ સ્ટેટમાં અનેક ગુજરાતીઓ વસવાટ કરે છે. અને એવા ગુજરાતીઓ છે જેઓ અમેરિકાની ઈકોનોમિમાં મહત્વનું યોગદાન આપે છે. તેથી જ અમેરિકામાં હોટેલ, મોટેલ અને પટેલ જેવો શબ્દ ચર્ચામાં રહે છે. હવે જ્યારે ટ્રમ્પનું રાજ આવ્યું છે ત્યારે ભારત અને અમેરિકાના સંબંધો વધારે મજબૂત બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કારણે કે મોદી અને ટ્રમ્પ વચ્ચેની કેમેસ્ટ્રી ખુબ સારી રહી છે. બન્ને એકબીજાના વખાણ કરતાં થાકતાં નથી. અગાઉ પણ બન્ને સાથે કામ કરી ચુક્યા છે.
અમેરિકામાં ટ્રમ્પ શાસનથી ભારત સાથેના સંબંધો વધારે સુમેળ બનશે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે. જો કે ટ્રમ્પે પોતાની વિક્ટોરી સ્પીચમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂષણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો. જેને પણ અમેરિકા આવવું હોય તે કાયદાનું પાલન કરીને આવે તેવી વાત કરી...ટ્રમ્પ અમેરિકા ફસ્ટની નીતિમાં માનનારા છે તેથી ગુજરાતથી અમેરિકા જનારા પ્રવાસીઓને થોડી અસર પહોંચશે તેવું પણ નિષ્ણાંતો માની રહ્યા છે. જે અમેરિકામાં થોડા દાયકા પહેલા ગણ્યાગાંઠ્યા ભારતીયોનું નામ હતું..ત્યાં આજે ભારતીયોનો દબદબો છે.
ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના જે ઉમેદવાર હતા તે કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. જો કે તેમની જીત થઈ શકી નથી. પરંતુ ટ્રમ્પ શાસનમાં જે નવા ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તે જેડી વેંસના પત્ની ભારતીય છે. હા, જેડી વેંસના પત્ની ઉષા વેંસ મૂળ આંધ્રપ્રદેશના છે. આંધ્રના કૃષ્ણા જિલ્લાના પામર્ર ગામના લક્ષ્મી અને રાધાકૃષ્ણ ચિલુકુરીની દીકરી ઉષાએ જેડી સાથે હિન્દુ રિતરિવાજથી લગ્ન કર્યા હતા...ઉષા આજે પણ હિન્દુ ધર્મમાં ખુબ જ આસ્થા ધરાવે છે. ઉષાએ વકિલાતનો અભ્યાસ કરેલો છે અને પતિ જેડી વેંસ પણ પોતાની સફળાનો શ્રેષ્ય પત્ની ઉષાને આપે છે. એટલે કે કમલા હેરીસ પણ ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા છે અને નવા ઉપરાષ્ટ્રપતિ બનશે તે જેડીના પત્ની પણ ભારતીય છે. એટલે કે ભારતીયોને દબદબો તેના પરથી જ સમજી શકાય છે.
- નવા ઉપરાષ્ટ્રપતિના પત્ની ભારતીય
- આંધ્રના કૃષ્ણા જિલ્લાના પામર્ર ગામના લક્ષ્મી અને રાધાકૃષ્ણ ચિલુકુરીની દીકરી
- ઉષાએ જેડી વેંસ સાથે હિન્દુ રિતરિવાજથી લગ્ન કર્યા હતા
- ઉષા આજે પણ હિન્દુ ધર્મમાં ખુબ જ આસ્થા ધરાવે છે
- ઉષાએ વકિલાતનો અભ્યાસ કરેલો છે
- પતિ જેડી વેંસ પોતાની સફળાનો શ્રેષ્ય પત્ની ઉષાને આપે છે
અમેરિકાની ચૂંટણીમાં મતદાન પહેલા ગુજરાતીમાં લખાણ વાળા અનેક બોર્ડ અમેરિકામાં તમે જોયા હશે. ગુજરાતીઓને કેવી બોલબાલા અમેરિકામાં છે તે તેના પરથી જ સમજી શકાય છે ત્યારે જોવું રહ્યું કે શપથ પછી ટ્રમ્પ શાસનથી ગુજરાત અને ભારતને કેટલો ફાયદો થાય છે?