ઝી ન્યૂઝ/અરવલ્લી: આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે. ત્યારે અરવલ્લીના શામળાજી મંદિરનો ભવ્ય ડ્રોન નજારાનો વીડિયો હાલ સામે આવ્યો છે. ગુજરાતના મોટાભાગના  કૃષ્ણ મંદિરોમાં લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જેમ કે શામળાજી, ડાકોર, દ્વારકા, ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આ ત્રણેય મંદિરોમાં આજે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube