મૌલિક ધામેચા/ અમદાવાદ : મુખ્યમંત્રીના સ્વાસ્થય અંગે યુએન મહેતા હોસ્પિટલમાં મુખ્યમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી કે, મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ છે. તેમને હાલ કોઇ પણ પ્રકારનો ખતરો નથી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ, સતત મુસાફરી અને આરામના અભાવના કારણે બીપી લો તઇ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા હતા. જેના કારણે તેઓને પુરતો આરામ મળ્યો નહોતો. જો કે હાલ મુખ્યમંત્રીના તમામ રિપોર્ટ નોર્મલ આવવા છતા પણ તેમને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશમાં રાખવામાં આવશે. જો કે પ્રાથમિક તબક્કે તો થાક અને ડિહાઇડ્રેશનનાં કારણે તેમને ચક્કર આવ્યા હોવાનું અનુમાન છે. ઼


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાચા અર્થમાં CM વિજય રૂપાણીનો જીવ બચાવનાર પોલીસ જવાનનાં થઇ રહ્યા છે વખાણ, જાણો કોઇ છે આ ચપળ PSI


મુખ્યમંત્રી વિજય રૂપાણીને એરપોર્ટથી રૂપાણી અમદાવાદ આવ્યા હતા. મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી યુ.એન મહેતા હોસ્પિટલ સાથે જવા માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમની સંપુર્ણ બોડી ચેકઅપ કરવામાં આવશે. એરપોર્ટથી નિકળ્યા બાદ હાથ બતાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સારવાર માટે ડોક્ટર્સની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મુખ્યમંત્રીની તબિયત અંગે ખબર પડતાની સાથે જ યુ.એન મહેતા ખાતે તમામ ભાજપનાં ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સી.આર પાટીલ, જગદીશ પંચાલ સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ડીજીપી આશીષ ભાટીયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આર.કે પટેલ યુ.એન મહેતા હોસ્પિટલનાં ડિરેક્ટર પણ હોસ્પિટલમાં હાજર હતા. 


CMને વડોદરાથી સીધા હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા ખાતે સારવાર માટે લવાયા, જાણો પળેપળના અપડેટ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટના અંગે માહિતી મળતા જ તેમણે ટેલિફોનિત રીતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમના સ્વાસ્થય અંગે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપુર્ણ સ્વાસ્થયની ચકાસણી કરાવવા અને વધારે કાળજી લેવા માટે યોગ્ય આરામની સલાહ આપી હતી. શહેરમાં ખાતે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. જો કે અચાનક તેઓ ભાષણ દરમિયાન જ ઢલી પડ્યાં હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ એક તબક્કે લથડ્યાં હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઇને તેમને ઝીલી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો ક્યાસ લાગી ગયો હોય તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube