14 ઇંચ વરસાદ બાદ વડોદરામાં ક્યા કેવી છે સ્થિતિ? લોકોને સતાવી રહ્યો છે આ ભયાનક ડર

Vadodara Rain: વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે, પણ નીચાંણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓશર્યા નથી.શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે.
Vadodara Rain: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો શહેરની ઓળખ બનેલા મગર શહેરમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વડોદરમાં આફતના વરસાદ બાદ હાલ કેવી છે સ્થિતિ?
વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયેલા છે, વરસાદ સ્થિતિ વિકટ છે, આફતના વરસાદની વાત કરીશું. એક તરફ વરસાદી પાણી ભરાયેલા રહેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે, બીજી તરફ મગર શહેરમાં આવી જતાં લોકો ભયમાં જીવી રહ્યા છે. વડોદરામાં મગરે શ્વાનનો શિકાર કર્યો છે. કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો બીજા દ્રશ્યો પણ વડોદરાના જ છે, જ્યાં મગર માનવ વસાહતમાં આવી જતાં લોકોમાં ડરનો માહોલ છે. તો જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે મગર રોડ પર આવી ગયો હતો.
વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદે તો વિરામ લીધો છે, પણ નીચાંણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓશર્યા નથી.શહેરના પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. ટીપી રોડ પર પણ પાણી ભરાયેલા છે. શહેરના બાપોદ, પરિવાર ચાર રસ્તા, આજવા-વાઘોડિયા રોડ અને ડભોઈ રોડની અનેક સોસાયટીઓ જાણે સરોવર બની ગઈ હોય તેવો ઘાટ ઘડાયો છે. તો કેટલાક વિસ્તારમાં લોકો પોતાના ઘરો ખાલી કરીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે.
- રહેણાંક વિસ્તારમાં પાણી
- પાણી ક્યારે ઓસરશે?
- સોસાયટી કે સરોવર?
- લોકો ખાલી કર્યા ઘર
વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લામાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક ગામડામાં પાણી ભરાયા છે.આ દ્રશ્યો ડભોઈ તાલુકામાં આવેલા દંગીવાડા ગામના છે. જ્યાં દેવ ડેમનું પાણી ઘૂસી જતાં ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ડભોઈ તાલુકાના અન્ય ગામો બંબોજ, નારણપુરા, પ્રયાગપુરા ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. ડભોઈથી વાઘોડિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે તો કરાલીપુરાથી વાઘોડિયા જવાનો પણ રસ્તો બંધ કરવો પડ્યો છે.
- ગામમાં ઘૂસ્યા પાણી
- દેવ ડેમના પાણીથી જળબંબાકાર
- રોડ-રસ્તા થયા બંધ
- ગામમાં ઘૂંટણ સુધી પાણી
.વરસાદ બાદ લોકો કેવી મુશ્કેલીમાં મુકાયા છે તે અહીં જોઈ શકાય છે. અકોટા ગામમાં પાણી ઘૂસી જતાં દેવનગર ઝુંપડપટ્ટીમાં અનેક લોકો ફસાયા હતા. ચારે બાજુ પાણીને કારણે આ તમામ લોકોનું રેસક્યું કરાયું હતું અને બોટની મદદથી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. નદીના પાણી ઘૂસી જતાં ફાયરના જવાનોએ બોટના માધ્યમથી લોકોને બહાર કાઝ્યા હતા. 20થી વધુ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.
- નદીના પાણી ગામમાં ઘૂસ્યા
- ફસાયેલા 20 લોકોનું રેસ્ક્યુ
- બોટમાં બેસાડી બહાર કઢાયા
- અકોટામાં જળબંબાકારની સ્થિતિ
વડોદરાની વિશ્વામિત્રી નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે. નદી ઓવરફ્લો થતાં તેના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે. આ દ્રશ્યો જુઓ વુડા સર્કલ નજીક જલારામ નગર, સહયોગ નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારમાં રહેતાં લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. ઘરની અંદર પાણી ભરાયેલા છે. સરસામાન પલળી ગયો છે. 100થી વધુ મકાનોમાં પાણી ફરી વળ્યા છે. હજુ પણ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે તેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.
- નદીના પાણી વસાહતમાં ઘૂસ્યા
- આખી વસાહત પાણી પાણી
- 100થી વધુ મકાનમાં પાણી
- લોકોમાં ફેલાયો છે ડરનો માહોલ
વડોદરાનો આજવા ડેમ ભયજનક સપાટીએ પહોંચી જતાં તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા. જેના કારણે નદી પણ બે કાંઠે થઈ ગઈ. નદી ઓવરફ્લો થતાં આ પાણી સાવલી તાલુકાના અનેક ગામમાં ઘૂસી ગયા છે. પાણી ગામમાં ઘૂસતાં કેવી સ્થિતિ સર્જાઈ છે તે જોઈ શકાય છે. પિલોલ, અલીન્દ્રા, દરજીપુરા, ખોખર, ઈન્દ્રાડ, અલીન્દ્રા ગામમાં હાલ કમર સુધી પાણી ભરાયેલા છે. કેટલાક ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે. ગામમાં ચારે બાજુ પાણી હોવાથી લોકો ઘરની બહાર નીકળી શકતાં નથી. મગર અને ઝેરી સાપના ડરને કારણે લોકોને ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે.
- ગામમાં જળબંબાકારની સ્થિતિ
- ઘૂંટણ સુધી ભરાયા છે પાણી
- લોકો ઘરમાં રહેવા મજબૂર
- કેટલાક ગામનો કપાયો સંપર્ક
વડોદરાના આજવા સરોવર ધોધમાર વરસાદને કારણે ઓવરફ્લો થયું છે.જેના કારણે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું. નદી પણ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. તો આ દ્રશ્યોમાં આજવા સરોવર ઓવરફ્લો થયાંનો સુંદર નજારો માણી શકાય છે. નદીનું જળસ્તર વધતાં લોકોને સાવચેત કરાયા છે. તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.