ગુજરાત : જગદીશ ઠક્કર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પીઆરઓ પદ ઔપચારિક રીતે 9 જૂનથી સંભાળી રહ્યા હતા. જોકે, નરેન્દ્ર મોદી સાથેના પીઆરઓનું કામ તો તેઓ વર્ષ 2001થી જ કરી રહ્યા હતા, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતી. મોદી પહેલા તેઓ ગુજરાતના 8 મુખ્યમંત્રીઓના પીઆરઓ તરીકે કામ કરી ચૂક્યા છે. અંદાજે 28 વર્ષ બાદ ગુજરાતના વિવિધ મુખ્યમંત્રીઓના પીઆરઓ રહેલા જગદીશ ઠક્કર બાદમાં પીએમ મોદી સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમના વ્યક્તિત્વના હંમેશાથી વખાણ થતા આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગદીશ ઠક્કરનું આખું નામ છે જગદીશભાઈ મનુભાઈ ઠક્કર. તેમણે સૌરાષ્ટ્રમાં કેટલાક અખબારોમા કામથી કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે ગુજરાત સરકારના સૂચના વિભાગમાં 1972માં નવા કરિયરની શરૂઆત કરી. જ્યારે તેઓ નરેન્દ્ર મોદીના ગૃહ જિલ્લા મહેસાણામાં તૈનાત હતા, ત્યારે એક રસપ્રદ ઘટના બની હતી. 1975માં આપાતકાલીનથી થોડા સમય પહેલા ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ચાલી રહ્યું હતું. તેના કારણે કાયદો-વ્યવસ્થા બગડી રહી હતી. રાત્રે કરફ્યુ લગાવવુ જરૂરી હતી અને તેની માહિતી આકાશવાણીથી પ્રસારિત થવાની હતી. ત્યારે તો ટેલિફોન પણ ગણતરીના ઘરોમાં રહેતા હતા. રાત્રના 10.50 વાગ્યા સુધી જ્યારે ઠક્કરનો સંપર્ક જિલ્લા અધિકારી કે એસપી સાથે ન થયો તો તેમણે ખુદ કરફ્યુ લગાવવાની જાહેરાત આકાશવાણીની જાહેર કરી દીધી હતી, જેનું પ્રસારણ રેડિયો સ્ટેશન બંધ થવાના એક્ઝેટ 11 વાગ્યા સુધી થઈ ગયુ હતું. આ વાતની માહિતી જ્યારે જિલ્લાના અન્ય અધિકારીઓને થઈ, તેઓ પણ ઠક્કરની સૂઝબૂઝથી ચોંકી ગયા હતા.


29 ડિસેમ્બર, 1983ના રોજ જગદીશ ઠક્કર ગુજરાતની રાજધાની ગાંધનીગરમાં માહિતી વિભાગના મુખ્ય ઓફિસમાં આવ્યા. ત્યાં રિસર્ચ એન્ડ રેફરન્સ સેક્શનમાં કામ કરતા તેઓ મંત્રીઓ અને અધિકારીઓના ભાષણો સંબંધિત શોધ કરવા અને મુદ્દા સોલ્વ કરવાનું કામ કરતા. માઘવસિંહ સોલંકી બાદ જ્યારે અમરસિંહ ચૌધરી ગુજરાતના સીએમ બન્યા, તો 1986માં તેઓ ઠક્કરને મુખ્યમંત્રી કાર્યાલયમાં લઈ આવ્યા. ધીરે ધીરે ઠક્કરના કામના એટલા વખાણ થતા ગયા કે, તેઓ મુખ્યમંત્રીના પીઆરઓ તરીકે સ્થાપિત થઈ ગયા. 


1986થી શરૂ થયેલ આ સિલસિલો 2014 સુધી ચાલુ રહ્યો હતો. વર્ષ 2004માં 58 વર્ષની ઉંમરના તેમની રિટાયર્ડમેન્ટનો સમય આવી ગયો. પરંતુ સીએમ નરેન્દ્ર મોદીએ રિટાયર્ડમેન્ટ મંજૂર ન કરી, અને તેમની સેવા વધારતા ગયા. પીએમ મોદી જગદીશ ઠક્કરને એટલા પસંદ કરતા જેનો પુરાવો આપી શકાય તેમ છે. 13 વર્ષ સીએમ રહ્યા હતા. જ્યારે પીએમ મોદી 2014માં દિલ્હી જવા રવાના થયા, તો પોતાની સાથે બે અંગત સહાયક, ઓમ પ્રકાશ સિંહ તેમજ દિનેશ સિંહ બિષ્ટ અને રસોઈયા બદ્રી ઉપરાંત જગદીશ ઠક્કરને પણ સાથે લઈ ગયા. 16મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત થઈ, તો તેઓ સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીના અંગત સચિવના કક્ષમાં પ્રેસ રિલીઝ તૈયાર કરતા નજર આવ્યા. બાદમાં જલ્દી જ પીએમ મોદીએ જગદીશ ઠક્કરને પોતાના પીઆરઓ તરીકે નિયુક્ત કર્યા હતા.        


અમરસિંહ ચૌધરીના સીએમ સમયે જગદીશ ઠક્કરનું પીઆરઓ તરીકેનું જે કાર્યકાળ શરૂ થયું હતું, તે બાદના વર્ષોમાં માધવસિંહ સોલંકી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ સુધી ચાલુ રહ્યું હતું.