Gujarat Paper Leak Scam મૌલિક ધામેચા /અમદાવાદ : ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફુટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાયું. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી છે.ગુજરાત, બિહાર,ઓડીસામાં પેપર લિંક કનેક્શન સામે આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવર્ત છે.ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા આખરે રદ્દ કરવાની ફરજ પડી. પરતું ઉમેદવારોમા પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી.ધટનાની વાત કર્યે તો ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે.જેથી બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી. જ્યાં પેપર લીક કરી રહેલા 15 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ માં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલ કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનું ખુલાસો થયો છે.


પેપર લીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત,બિહાર અને ઓડીસા કનેક્શન સામે આવ્યું છે. ATS ટીમે બરોડા પેપર લીક કરનાર કેતન બારોટ, ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક, અનિકેત ભટ્ટ, રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 15 લોકોની ધરપકડ કરી. જેમાં ઓડીસાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી ગુજરાત લઈને આવ્યો હતો. હાલ હૈદરાબાદથી એટીએસને ટીમે જીત નાયકની પણ અટકાયત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. 


આ પણ વાંચો : 


આખા પેપરલીક કાંડનો પર્દાફાશ કેવી રીતે થયો, પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને આપી માહિતી


આ છે પેપર ફોડનારી ગેંગ, તમામ 16 આરોપીઓની કરમકુંડળી સામે આવી ગઈ


આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને  પ્રદીપ સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું. જોકે પેપર લીક કરતા પહેલા તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બે થી ચાર વાગ્યેનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં.


[[{"fid":"423178","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"paperleak_accused_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"paperleak_accused_zee4.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"paperleak_accused_zee4.jpg","field_file_image_title_text[und][0][value]":"paperleak_accused_zee4.jpg"}},"link_text":false,"attributes":{"alt":"paperleak_accused_zee4.jpg","title":"paperleak_accused_zee4.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019 માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી તો દિલ્હીના તિહાડ જેલની હવા ખાઈ ચૂકેલા છે. જોકે અન્ય પકડાયેલા આરોપીઓ માંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે જેના કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 ,409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.


આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર બગડ્યા : પેપરલીક પર આપ્યું મોટું નિવેદન