અમદાવાદ :અત્યાર સુધીમાં એવા ઘણા ચહેરાઓ આપણી સામે આવ્યા છે. જેમને કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગયા. જેમ કે, રાનૂ મોંડલ, ભૂબન બદિયાકર, સહદેવ ડિરડો, બાબા કા ઢાબા સહિતના ઘણા એવા લોકો છે જેમણે સોશિયલ મીડિયાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી. આવો જ એક ગુજરાતી યુવા અચાનક પોપ્યુલર થઈ ગયો છે. ગુજરાતભરમાં હાલ એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને તે છે કમો. સોશિયલ મીડિયા પર હાલ કમાના વીડિયો અને ફોટો જોયા હશે. કમાના ઠાઠ જોઈને થશે કે, ભાઈ આમનો તો વટ છે. જો તમે કમાને નથી ઓળખતાં તો પહેલાં તેમના આ વીડિયોને જોઈ લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે પોપ્યુલર બન્યો કમો
સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામનો દિવ્યાંગ કમો આજે ફેમસ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં આવતા જ લાખો લોકો કમાના ફેન બની ગયા છે. કમાને જોવા તો લોકોની ભીડ ઉમટે છે. કમાના ઠાઠ જોઈને તો સૌ કોઈ ચોંકી જાય છે. ત્યારે તમને થશે કે આ કમાભાઈ અચાનક આટલા ટ્રેન્ડમાં કેવી રીતે આવ્યા.


આ પણ વાંચો : LIVE સ્યૂસાઈડ : યુવકની મોબાઈલ ટાવર પરથી નીચે કૂદીને આત્મહત્યા, જાળી પાથરી તો બીજી બાજુ કૂદી ગયો 


કમાનો ડાન્સ સૌનું દિલ જીતી લે છે 
ગુજરાત આખુ હાલ કમાને ઓળખતું થઈ ગયું છે તે માટેનો શ્રેય જાય છે લોક કલાકાર કીર્તિદાન ગઢવીને. કલાકાર કીર્તિદાન ગઢવીએ કમાને ફેમસ બનાવી દીધો છે. આજે તે કમાથી લઈને કમાભાઈ બની ગયો છે. આજથી થોડા મહિના પહેલાં કોઠારિયામાં શ્રી રામ રોટી આશ્રમ અને ગૌશાળામાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં કમાએ એક ગીત પર ડાન્સ કર્યો હતો અને તે ડાન્સને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો. જે બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જે બાજ કમો લોક કલાકાર કીર્તિદાન ગઢવી સાથે અનેક કાર્યક્રમોમાં જોવા મળ્યો. માયાભાઈ આહિર, જીગ્નેશ કવિરાજ સહિતના કલાકારોના કાર્યક્રમમાં હાજરી આપીને લોકોનું દિલ જીતી લીધું. દિવ્યાંગ કમો આટલો ફેમસ થઈ જતાં તેને ખૂબ જ ખુશી થઈ રહી છે. હાલ તે યૂટ્યૂબમાં ખુબ ફેમસ છે અને લોકગીતોની રમઝટમાં કમાનો ડાન્સ પણ સૌને પસંદ આવે છે.


આ પણ વાંચો : પાકિસ્તાનથી આવેલા એક ફોનથી કોટડા ગામમાં માતમ છવાયો... પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો


ગામનું ગૌરવ બન્યો કમાભાઈ
થોડા સમય પહેલાં જ ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન કાર્યક્રમમાં તેમને કમાને આમંત્રણ આપ્યું હતું. ત્યારે સ્ટેજ પર કમો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિતના લોકોને મળ્યો. અને પોતાની કાલીઘેલી ભાષામાં લોકો સાથે સંવાદ કર્યો હતો. ફેમસ થતાંની સાથે જ કમાભાઈના ઠાઠ બદલાઈ ગયા છે અને તેમનું અનેકવાર સન્માન પણ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અનેક લોકો હાલ કમાને મળવા માટે તેના ગામ કોઠારિયા પહોંચી રહ્યા છે અને ગ્રામજનો કમાને ગામનું ગૌરવ ગણી રહ્યા છે.


કમલેશના મોટાભાઈ લખુભાઈએ કહે છે કે, પહેલો પ્રસંગ કીર્તિદાન ભાઈ સાથે કર્યો. તેમણે દેશવિદેશમાં પ્રખ્યાત કર્યો છે. જે પ્રોગ્રામમાં કમલેશ ગયો હતો, કીર્તિદાનભાઈએ કમલેશનો હાથ ઝાલ્યો, ત્યાંથી તે ફેમસ થઈ ગયો. બસ, અમે કીર્તિદાનભાઈના આભારી છીએ.