Navsari News ધવલ પારેખ/નવસારી : જ્યાં વાતાવરણને કારણે કેરીના પાકમાં મોટી નુકશાનીની સંભાવના જોવાતી હતી, ત્યાં બીજા ફાલમાં યોગ્ય ગરમી રહેતા કેરીની બમ્પર આવક થઈ રહી છે. નવસારી જિલ્લાની APMC ઓમાં કેરીની સારી આવકથી વેપારીઓ અને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. જ્યારે કરી રસીયાઓ પણ મન ભરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીના કોથમડીના ખેડૂત પ્રકાશ પટેલ જણાવે છે કે, બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોને ઘણા વર્ષોથી ફળોના રાજા કેરીના પાકને નુકશાની વેઠવાનો વારો આવે છે. જેમાં બે વર્ષોથી ફેબ્રુઆરીમાં જ શરૂ થતી આકરી ગરમી કેરીના ફળને ઝાડ પર પકવી કાઢે છે અને તેના કારણે ખરણ પણ વધી જાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પડેલી ગરમી કેરી ઉત્પાદન પર મોટી અસર પાડશેની ભીતિ ખેડૂતોને હતી. ગરમીને પગલે 15 થી 20 દિવસ વહેલી સીઝન શરૂ થઈ હતી. બજારમાં આવતી કેરીના ભાવ પણ પ્રતિ મણ 2300 રૂપિયા આસપાસ રહ્યા હતા. પરંતુ બાદમાં કેરીની આવક વધતા કેસર કેરીના પ્રતિ મણ ભાવ 1600 રૂપિયા આસપાસ પહોંચ્યા હતા. જોકે એપ્રિલથી શરૂ થયેલા કેરીના બીજા ફાલમાં ગરમી 30 થી 35 ડીગ્રી વચ્ચે રહેતા આંબાવાડીઓમાં કેરીનું મબલખ ઉત્પાદન થયુ છે.


જામનગરના ફેમસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી મોત


અમલસાડ એપીએમસીના વેપારી અશોક ભેરવાનીએ જણાવ્યું કે, છેલ્લા 15 દિવસોથી નવસારીની APMC ઓમાં રોજના 5 થી 7 હજાર મણ કેરીની આવક થઈ રહી છે. જોકે કેરીની આવક વધતા કેસર કેરીનો ભાવ પ્રતિ મણ 1200 થી 1400 રૂપિયાએ પહોંચ્યો છે. ભાવ ગગડ્યો હોવા છતાં પણ ખેડૂતોને આર્થિક નુકશાની નહીં પણ ફાયદો થયો છે. સાથે જ સીઝન હજી 15 થી 20 દિવસ ચાલશે, જેથી કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


ગુજરાતમાં જલ્દી મળશે સરકારી નોકરીઓ, સરકાર કરશે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી


કેરીની આવક વધતા APMC સહિત બહારના વેપારીઓ પણ ખુશ છે. નવસારીની અમલસાડ APMC માં રોજની 6 થી 7 મણ કેરી આવી રહી છે. હાફુસ, કેસર, લંગડો, રાજાપુરી, તોતાપુરી, દેશી, દશેરી જેવી વિવિધ કેરી આવતા અન્ય રાજ્યોમાં એક્ષપોર્ટ પણ વધ્યુ છે. અમલસાડથી ગ્રેડિંગ પ્રમાણે કેરીના ફળને બોક્ષમાં પેક કરી રાજસ્થાન, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી રહી છે. પરંતુ હાલમાં પડી રહેલી ગરમી વેપારીઓ માટે થોડી મુશ્કેલી સર્જી રહી છે. જો ટ્રકમાં ગરમીને કારણે કેરી પાકી ગઈ, તો વેપારીને યોગ્ય ભાવ મળતો નથી, જેથી વેપારીઓમાં થોડી ચિંતા છે. 


કેરીની સીઝન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કેસર કેરીમાં પ્રતિ મણ 1 હજારથી 1200 રૂપિયા સુધી ભાવ ઘટ્યા છે. ત્યારે સારી ગુણવત્તાની કેરી ઓછા ભાવે બજારમાં મળતા કેરી રસીયાઓ મન ભરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે.


ભત્રીજીના પ્રેમમાં આડે આવ્યા કાકા, ભાજપમાં મોટું પદ ધરાવતા કાકાએ કર્યા ભારે ધમપછાડા