ગૌરવ પટેલ, અમદાવાદ: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના વધતા ભાવો વચ્ચે ગુજરાત સરકારે (Gujarat Government) ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) માટેની પોલીસી જાહેર કરતાની સાથે જ ઇલેક્ટ્રિક વાહનોને લઇ લોકોમાં ચર્ચા વધી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ એક સરખા છે ત્યારે સીએનજી (CNG) બાદ કાર ખરીદીમાં વધુ એક વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક કાર (Electric Car) ને પણ જોવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના વધતા ભાવ તેમજ પર્યાવરણને લઇ આવી રહેલી જાગરૂકતા વચ્ચે ભવિષ્યની વ્હીકલ તરીકે નિષ્ણાતો ઇલેક્ટ્રિક કાર કે બાઈક ને શ્રેષ્ઠ વિકલ્પ માની રહ્યા છે. જો કે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચર હજી સુધી ભારતમાં તૈયાર નથી થયું, તેમજ એની કિંમત પણ વધારે છે. આ સિવાય ઇલેક્ટ્રિક કાર અને એના ચાર્જીંગ ને લઇ પણ લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે. ત્યારે ઇલેક્ટ્રિક કાર વિષે આ બાબતો જાણવી જરૂરી છે. 


હાલની સ્થિતિએ ઇલેક્ટ્રિક કાર (Electric Car) પ્રતિ કિલોમીટર એક રૂપિયાના ભાવે ચાલી શકે છે. તેમજ તેને આસાનીથી ચાર્જ પણ કરી શકાય છે. પેટ્રોલ-ડીઝલના પ્રમાણમાં ઇલેક્ટ્રિક કાર (Electric Car) મોંઘી હોય છે ને સબસીડી આપી ઓછો કરવાનો પ્રયાસ પણ સરકારે કર્યો છે.


Ahmedabad: બુટલેગરોની ઘરમાં દારૂ રાખવાની નવી મોડેસ ઓપરેન્ડી, જોઇને મગજ ચકરાવે ચડી જશે

ટાટા મોટર્સના ડિલર્સ અવિનાશ ગુપ્તાનુ કહેવું છે કે પેટ્રોલ-ડીઝલ કારના પ્રમાણમાં ઇલેક્ટ્રિક કારની કિંમત વધારે હોય છે. પેટ્રોલની સરખામણીએ ડીઝલ કારની કિંમત મિનિમમ 70 હજારથી લઇ 2 લાખ જેટલી મોંઘી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટાટાની નેક્સ્ન કારમાં પેટ્રોલ કરતાં ડિઝલ કાર દોઢ લાખ જેટલી મોંઘી છે. 


જયારે ડીઝલ કાર (Diesel Car) કરતાં ઈલેક્ટ્રીક કાર 5.50 લાખ જેટલી મોંઘી છે. બંનેની એવરેજની વાત કરવામાં આવે તો પેટ્રોલ કરતાં ડીઝલ કાર (Diesel Car) સરેરાસ 4ની એવરેજ વધારે આપે છે. પેટ્રોલ-ડીઝલ કારની કિંમતો અને એની એવરેજને લઈ ખરીદી પહેલા પ્રશ્નો થવા જરૂરી છે. ત્યારે આ બાબતને આવી રીતે સમજો. 


રોજ તમે 50 કિમી કાર ચલાવો છો. ત્યારે મહિનામાં તમે 30 દિવસના હિસાબે 1500 કિમી ચલાવશો. હવે તમારી ડીઝલ કારના માઈલેજ પ્રમાણે ખર્ચ અંદાજીત 6 હજાર થશે. ડીઝલ ((Diesel) ની જેમ પેટ્રોલ કારથી પણ રોજ 50 કિમી કાર ચલાવો છો તો તમે 30 દિવસના હિસાબે 1500 કિમી એના માઈલેજ પ્રમાણે 80 થી 85 લીટર પેટ્રોલ ખર્ચાશે. પેટ્રોલની કિંમત મુજબ ખર્ચ 8 હજાર જેટલો થશે. પેટ્રોલ-ડીઝલ કારના ઇંધણના ખર્ચનો ગેપ માસિક માત્ર 2 હજારથી લઇ 2200 જેટલો જયારે વાર્ષિક આ ગેપ 28 હજાર જેટલો વધારે થાય છે. જો કે પેટ્રોલના પ્રમાણમાં ડીઝલ કારનો મેન્ટેનન્સ ચાર્જ વાર્ષિક ૪ હજાર જેટલો વધી જતો હોય છે.  


GG હોસ્પિટલ જાતીય સતામણી મામલે આખરે બે આરોપીઓની ધરપકડ, થશે ચોંકાવનારા ખુલાસા

પરંતુ આપ ઇલેક્ટ્રિક કાર (Electric Car) ખરીદો છો અને પેટ્રોલ-ડીઝલની જેમ ઇલેક્ટ્રિક કાર દ્વારા દરરોજ 50 કિમીની મુસાફરી કરો છો તો વીજળીના 1 યૂનિટની કિંમત 8 રૂપિયા છે, તેથી કાર ફુલ ચાર્જ થવામાં આશરે 30 યૂનિટ થશે. 8 રૂપિયા યૂનિટ પ્રમાણે EVને સિંગલ ચાર્જ કરવામાં 30 યૂનિટના 240 રૂપિયા ખર્ચ થશે. માની લઇએ કે 240 રૂપિયામાં EV 250 કિમી દોડે તો એક મહિનામાં અંદાજીત 1500 રૂપિયાની આજુબાજુ માં યુનિટ ચાર્જ થાય. 


આમ, એક વર્ષ માટેનો ખર્ચ 12 મહિના x 1500 એટલે 18,000 હજાર રૂપિયા ખર્ચ થાય. બીજીબાજુ, પેટ્રોલ કારની વાર્ષિક કિંમત 50 કિમી પ્રતિ દિવસ છે, જે દર મહિને 8000 રૂપિયા હોય છે, જે 12 મહિના ના 96 હજાર થાય છે. એ જ રીતે, ડીઝલ કારનો વાર્ષિક કિંમત ખર્ચ દિવસના 50 કિમી દીઠ 6000 રૂપિયા x 12 મહિના 7200૦ રૂપિયા થશે. ગ્રાહકો જણાવે છે કે આ કાર ચાલવામાં ખુબ સારી છે. ૩ વર્ષ ચલાવ્યા બાદ તે તમને બિલકુલ ઓછી કિંમતમાં પરવાડવા માંડે છે. 


ઇલેક્ટ્રીક વ્હીકલની ઇન્કલવાયરી માટે આવેલા આકાશ ગોયેલ એક કન્સલટન્ટ કંપનીમાં કામ કરે છે. ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવા અંગે તેમણે ચાર્જીગ પોઇન્ટ અને કેટલુ ડિસ્કાઉન્ટ મળે તે મુંઝવણ હતી. જોકે સરકારે જાહેર કરલી પોલીસીથી તેઓ ખુશ છે. તેમના કહેવા પ્રમાણે દોઢ લાખની સબસીડીથી ત્રણ વર્ષનો પેટ્રોલ ખર્ચ નિકળી જશે. અમદાવાદ સીટીમાં જ ફરવાનું હોઇ એક ચાર્જમાં કાર 200 કિમીથી વધારે ચાલે છે તો માત્ર 60 પૈસા કિલોમીટર પડે છે અને આ કારમાં કોઇ નોઇસ પોલ્યુશન નથી. વળી તે પેટ્રોલ અને ડિઝલ કરતાં વધારે સ્પીડ અને પીકઅપ આપે છે.

38 વર્ષ જૂની હોનારતને યાદ કરી હજુ હિબકે ચડે છે ગ્રામજનો, દર વર્ષે પાળે છે સ્વયંભૂ બંધ


ઇલેક્ટ્રીક વ્હીકલ (Electric Vehicle) ની ઇન્કવારી માટે આવેલા અને ટોરોન્ટ પાવરમાં ફરજ બજાવતા શત્રુભાઇ ગોસ્વામીનું કહેવું છે કે તેઓ પેટ્રોલ ડિઝલ અને સીએનજી કારનો ઉપયોગ કરી ચુક્યા છે. તેઓ પોતે ઇલેક્ટ્રીકના કામ સાથે સંકળાયેલા છે અને હવે માર્કેટમાં ઇ કાર ઉપલબ્ધ છે. ચાર્જીગનો એક ઇશ્યુ હતો પણ તે સમય સાથે સોલ્વ થઇ જશે. અને સરકારે જાહેર કરેલી પોલીસી બાદ ઇ કાર ખરદીવાનો નિર્ણય વધારે મજબુત થયો છે.


ગુજરાત પેટ્રોલપંપ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરનું ઇલેક્ટ્રીક વ્હીકલ વિશે કહેવુ છેકે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડિઝલના ભાવામાં અસહ્ય વધારો થયો છે એટલે યોગ્ય વિકલ્પ આપવાની સરકારની વિચારણા હતી છેલ્લા કેટલાક સમયથી સીએનજીનો વિકલ્પ આપણી પાસે છે શરૂઆતમાં સીએનજીમાં કેટલીક તકલીફ પડી પણ આજે સીએનજી ફુલ ફ્લેઝમાં છે લોકો તેનો ખુબ ઉપયોગ કરે છે અને તે લોકપ્રીય છે સરકારે ઇ વ્હીકલ માટે જે પોલીસી બહાર પાડી તેને આવકારીએ છીએ. 

સંસ્કારીનગરીમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, ફોટા બતાવીને ચેટિંગ પર નક્કી થતા હતા ભાવ


જોકે તેની સામે ઘણી ચેલેન્જ છે તેના માટે ચાર્જીગ સ્ટેશન (Charging Station) ઉભા કરવા પડે આજે માત્રા ટાટા અને એમજી બે કંપની જ કાર બનાવે છે એટલે વધારે કંપની કાર બજારમાં ઉતારે તે જોવુ પડશે વળી ચાર્જીગમાં કેટલો સમય લાગશે અને કેટલો તેનો ચાર્જ થશે તેના પર પણ ધ્યાન આપવુ પડશે.


જો આ યોજના સફળ થશે તો પર્યાવરણને ફાયદો થશે અને વિદેશી હુડીયામણ બચશે ઇ વ્હીકલ વાયેબલ થશે તેનાથી પ્રદુષણ ઓછુ થશે. ગાડીમાં મેઇન્ટેનન્સ નહીવત હશે ગાડીની કિમત સામાન્ય ગાડી કરતાં વધારે હોવા છતાં તે પોષાસે પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રીક ચાર્જીગ સ્ટેશન લગાડવા માટે કંપનીએ વાટાઘાટો શરૂ કરી છે અને જે પેટ્રોલ પંપ પર વધારે જગ્યા હશે તેવા 30 જેટલા પેટ્રોલ પંપ પર ચાર્જીગ સ્ટેશન લગાડવામાં આવશે.

Ahmedabad: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ 3-3 મહિલાઓની જિંદગી સાથે રમત રમી, શારિરીક સંબંધ બાંધી કરાવ્યો ગર્ભપાત


ઇલેક્ટ્રિક કાર (Electric Car) ચલાવવા માં જેટલી સરળ છે એટલી જ એનો વપરાશ પણ સરળ છે. ગ્રાહકોને પ્રશ્નો એના ચાર્જ કર્યા બાદ ફિક્સ કરેલ કિલોમીટર અને ચાર્જીંગ માટે લાગતા સમયનો છે. જો કે ભવિષ્યની કારો આ ઇલેક્ટ્રિક કાર (Electric Car) જ છે. અમે સમજાવેલ ગણતરીને ધ્યાને રાખી આપ ભવિષ્યનું વિચારી ખરીદી કરો એ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube