એક રાજકીય બળવાની કિંમત તમને ખબર છે? જાણો મહારાષ્ટ્ર બળવાના જાહેર ખર્ચનો અંદાજ
મહારાષ્ટ્રમાં હાલ રાજકીય બળવાની સ્થિતિ વચ્ચે બળવાખોર ધારાસભ્યોને મહારાષ્ટ્રથી સુરત અને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોને એક સ્થળેથી બીજા સલામત સ્થળે ખસેડવામાં માટે ખાનગી ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેજસ મોદી/સુરત: બળવો રાજકીય હોય કે લશ્કરી, સત્તાના નુકસાનમાં પણ ખર્ચો તો થાય છે જ. મહારાષ્ટ્ર સરકારમાં જે રાજકીય સંકટ ચાલી રહ્યું છે તેનો સાદો હિસાબ માંડીએ તો પણ ઓછામાં ઓછો બે કરોડ રૂપિયાની આસપાસ ખર્ચો થયો હોવાની શક્યતા છે, જેમાં સૌથી વધુ ખર્ચ તો બળવાખોર ધારાસભ્યોને મુંબઈથી ગુવાહાટી વાયા સુરત ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં લઈ જવાનો થયો છે. જે અંદાજે રૂપિયા 1.35 કરોડ હોવાની શક્યતા છે.
મહારાષ્ટ્રમાં હાલ રાજકીય બળવાની સ્થિતિ વચ્ચે બળવાખોર ધારાસભ્યોને મહારાષ્ટ્રથી સુરત અને સુરતથી ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યા છે. ધારાસભ્યોને એક સ્થળેથી બીજા સલામત સ્થળે ખસેડવામાં માટે ખાનગી ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ મુંબઈમાં Aryan Airport Service Pvt Ltd અને Aurea Aviation Pvt Ltd નામની બે કંપનીઓ રજીસ્ટર છે. જેમની પાસેથી મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યોને વીઆઈપી ચાર્ટર્ડ પ્લેનનમાં સગવડો આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે બન્ને એવિએશન કંપનીઓ પાસે અનેક મોટા ગજાના ક્લાઈટ છે. જેમાં અદાણીથી માંડીને અનેક મોટા નામ છે. જે નીચે મુજબ છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવસેના ગઠબંધનનાં 35થી 40 ધારાસભ્યોને સૌથી પહેલા સ્પાઈસ જેટના વિમાનમાં મુંબઈથી સુરત લાવવામાં લાવ્યા હતા. ત્યારબાદ અન્ય બેથી ત્રણ ખાનગી વિમાનનો ઉપયોગ કરીને સુરતથી આસામ લઇ જવાયા છે. આ તમામ ધારાસભ્યોને મુંબઈથી સુરત અને સુરતથી આસામ સ્પાઈસ જેટ અને અન્ય પ્રાઈવેટ જેટ મારફતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એક અંદાજ પ્રમાણે આશરે તમામ ધારાસભ્યોનો ખર્ચ એક કરોડ પાત્રીસ લાખ રૂપિયાથી વધુ થાય છે. હવે તમે વિચારશો કે કેવી રીતે ખર્ચની ગણતરી થાય છે તો આજે અમે તમને જણાવીશું.
શિવસેનાના દિગ્ગજ નેતા અને મંત્રી એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્ર સરકાર સંકટમાં આવી ગઈ છે. શિંદેનો દાવો છે કે તેમની પાસે 40થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તેમાં શિવસેના, અપક્ષ અને અન્ય પક્ષોના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યો હાલ ગુવાહાટીની ફાઈવ સ્ટાર હોટેલ રેડિસન બ્લુમાં કેમ્પ કરી રહ્યા છે. એરપોર્ટથી હોટેલ રેડિસન બ્લુ સુધીની ડ્રાઇવ લગભગ અડધો કલાક છે. આ ફાઇવ સ્ટાર હોટેલ ગુવાહાટીની સૌથી લક્ઝુરિયસ હોટલોમાંની એક છે. આજે આ હોટલ મહારાષ્ટ્રનું પાવર સેન્ટર બની ગયું છે અને છેલ્લા બે દિવસથી આખા દેશની નજર આ હોટલ પર ટકેલી છે.
મહારાષ્ટ્રના આ બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સુરતથી ગુવાહાટીની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ સસ્તી મુસાફરી નથી. એક અંદાજ મુજબ 30થી વધુ લોકોને ચાર્ટર સેવાઓ આપવા માટે 70થી 75 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય હોટલ અને અન્ય ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાનો ખર્ચ અલગ છે. આ સિવાય બીજા ઘણા ખર્ચાઓ છે જે ઉમેરી શક્યા નથી. મુંબઈથી સુરતની લે મેરીડિયન હોટલમાંએક દિવસનું એક રૂમનું ભાડું 7 હજાર રૂપિયા અને ટેક્સથી શરૂ થાય છે. એવામાં મુંબઈથી શિંદે સહિત 35 બાગી ધારાસભ્યો આવ્યા હતા. હવે ખાલી સુરતની હોટલનો ખર્ચ જ ગણીએ તો 2 લાખ 10 હજાર રૂપિયા થાય છે. ત્યારબાદ હોટલમાં ધારાસભ્યોના શાહી શોખના ખર્ચાની તો અમે ગણતરી જ કરતા નથી. એ રીતે જોઈએ તો
આ વિશે મળતી માહિતી પ્રમાણે બુધવારે બોઇંગ 737 મેક્સ 8 એ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને તેમના બાગી ધારાસભ્યો સાથે ગુવાહાટીની 3 કલાક 41 મિનિટની મુસાફરી માટે સુરત એરપોર્ટથી ઉડાન ભરી હતી. આ માટે 189 સીટર જેટને કોમર્શિયલ એરક્રાફ્ટ કેરિયર સ્પાઇસ જેટ પાસેથી ખાસ ભાડે લેવામાં આવ્યું હતું. સ્પાઈસ જેટ ઉપરાંત મહારાષ્ટ્રમાં રાજકીય બળવો શરૂ થયો ત્યારબાદ બે વધારાના નાના બિઝનેસ જેટ ગુવાહાટી માટે ઉડાન ભરી હતી. ગુવાહાટી એરપોર્ટ પર પ્રથમ બોઇંગ જેટના ઉતરાણના કલાકો બાદ એક નાનું લીયરજેટ 45 એક્સઆર બિઝનેસ જેટ નીતિન દેશમુખ સહિત શિવસેનાના ધારાસભ્યોના સાથે ઉતર્યું હતું, બાદમાં ઉદ્ધવ કેમ્પમાં પરત ફર્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને બળજબરીથી લઈ જવામાં આવ્યા હતા.
ગુરુવારે સવારે અન્ય એક પ્રાઈવેટ જેટ 800 એક્સપી સુરતથી ગુવાહાટી ગયુ હતું. જેટનું ભાડુ તેનાં અંતર સહિતની બાબતોનાં આધારે નક્કી થાય છે. જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે 8-સીટર હોકર 800 એક્સપી જે ગુરુવારે સવારે બળવાખોર ધારાસભ્યોના નાના જૂથને ગુવાહાટી લાવ્યું હતું. તેની પાછળ આશરે 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. જ્યારે 189 સીટર બોઇંગ 737 મેક્સ 8 માં ધારાસભ્યોને લઈ જવાનો ખર્ચ રૂ. 60 થી 65 લાખ રૂપિયા થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સિવાય જે માહિતી સામે આવી રહી છે તે મુજબ હોટલના 70 રૂમ 7 દિવસ માટે બુક કરવામાં આવ્યા છે. એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ ધારાસભ્યો આ હોટલ જવા રવાના થયા હતા. હાલ શિંદે સહિત તમામ બાગી ધારાસભ્યોને ગુવાહાટીની ફાઈવ સ્ટાર રેડિસન હોટેલ માટે સાત દિવસનું ટેરિફ 56 લાખ રૂપિયા છે. આ ઉપરાંત અન્ય ખર્ચ 8 લાખ રૂપિયા જેટલો થાય છે. હોટેલમાં 196 રૂમ છે. ધારાસભ્યો માટે બુક કરવામાં આવેલા 70 રૂમના કારણે મેનેજમેન્ટ હાલ અન્ય કોઈ રૂમનું બુકિંગ કરી રહ્યું નથી. આ સિવાય હોટલમાં રેસ્ટોરન્ટ અને બેંકેટ સેવાઓ પણ બંધ છે.
નોંધપાત્ર બાબત એ છે કે મહારાષ્ટ્ર ધારાસભ્યોને આ બધી સગવડો અને ખર્ચનું બિલ કોણ ચૂકવી રહ્યું છે તે બાબત તો હજું સુધી રહસ્ય જ છે.
વિમાનનો ખર્ચ કેવી રીતે ગણાય છે?
એક 8 સીટર પ્રાઈવેટ જેટ ભોપાલથી ઉપડ્યું હતું અને ધારાસભ્યો સાથે સવારે 10:15 વાગ્યે ગુવાહાટી પહોંચ્યું હતું. શિંદે કેમ્પસનાં ધારાસભ્યોએ તેની તસવીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ પણ કરી હતી. આ જેટ માત્ર 45 મિનિટ જ રોકાયું હતું. મોટા બોઇંગ 737 મેક્સ 8નું ભાડુ આશરે રૂપિયા 60 થી 65 લાખ રૂપિયા થાય છે. જ્યારે એક ખાનગી જેટ ક્યાંથી આવી રહ્યું છે તેના આધારે ભાડુ નક્કી થાય છે. ઉદાહરણ તરીકે પ્લેન હૈદરાબાદથી સુરત થઇ ગુવાહાટી ગયું હોય તો હૈદરાબાદ-સુરત-ગુવાહાટી-હૈદરાબાદની સફરમાં જેટલો સમય લાગે તેનું પ્રતિ કલાક ભાડું લેવામાં આવે છે. જેમાં રૂટ ઉપરાંત ઇંધણના ભાવ, એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જિસ, પ્લેન પાર્કિંગ ચાર્જ, ક્રૂના બોર્ડિંગ, લોજિંગ, નાઇટ હોલ્ટ પણ ઓપરેટર્સ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. સુરત-ગુવાહાટી બોઇંગ 737 ચાર્ટર માટે એક સ્ટાન્ડર્ડ રેટ આશરે રૂ. 40 લાખ છે, જ્યારે નાના બિઝનેસ જેટ માટે સ્ટાન્ડર્ડ રેટ વન વે માટે આશરે રૂ. 17 લાખ અને 18 ટકા જીએસટી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube