સરદારની પ્રતિમા માટે લોખંડ એકઠું કરવા માટે કરાઈ હતી આટલી જહેમત
બે દિવસ બાદ ગુજરાતની આન-બાન-શાન કહેવાય તેવી 182 મીટર ઊંચી સરદારની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. લોખંડી પુરુષ કહેવાતા સરદારની પ્રતિમા પણ લોખંડની જ બનાવાઈ છે. જેના માટે 1,69,000 ટન લોખંડનો ઉપયોગ કરાયો છે. આ લોખંડ એકઠું કરવું જરા પણ સરળ ન હતું. સરદારની ભવ્ય પ્રતિમા પાછળ વપરાયેલા લોખંડને એકઠી કરવા પાછળની વાર્તા પણ એટલી જ રોચક છે, જેટલી પ્રતિમા બનાવવાની પ્રોસેસ. (તસવીર સાભાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વેબસાઈટ)
પ્રતિમા માટે માત્ર લોખંડ નહિ, પરંતુ તાંબાનો પણ ઉપયોગ કરાયો છે, જે દેશભરના લોકો પાસેથી માંગીને લેવામાં આવ્યું છે. એ તો બધાને ખબર હશે કે, ભારતના ખૂણેખાંચરે રહેતા ગામોના ખેડૂતો પાસેથી લોખંડ એકઠું કરાયું છે. જેઓને તેમની પાસેના જૂના અને બેકાર થયેલા ઔજાર આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ લોખંડને એકઠુ કરવા પાછળ ઘણી મહેનત કરવામાં આવી હતી.
કેવી રીતે કરાયું એકઠું
લોખંડ એકઠુ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટે લોખંડ એકઠુ કરવા માટે ભારતભરમાં 35 ઓફિસો ખોલી હતી. જેમાંથી લગભગ 5 લાખ ખેડૂતોએ પાસેથી લોખંડ એકઠુ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ અભિયાનને સ્ટેચ્યુ ઓફ યુનિટી અભિયાન નામ આપવામાં આવ્યું હતું. કહેવાય છે કે, લગભગ 6 લાખ ગ્રામીણો મૂર્તિ માટે લોહદાન કર્યું છે. આમ કરીને 1,69,000 ટન લોખંડ એકઠું કરાયું હતું.
શરૂઆતમાં એકઠા કરાયેલા 5000 મેટ્રિક ટન લોખંડનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં એવી જાહેરાત કરાઈ હતી કે, સંગ્રહિત લોખંડનો ઉપયોગ મુખ્ય પ્રતિમા માટે કરાશે. જોકે, બાદમાં સામે આવ્યું કે, આ લોખંડનો ઉપયોગ પ્રતિમા માટે નહિ થાય. તેનાથી જોડાયેલ કેટલીક પરિયોજનાના અન્ય કામો માટે કરાશે.
ઉલ્લેખનીય છે કે, મૂર્તિ એક કોમ્પોઝિટ પ્રકારનું સ્ટ્રક્ચર છે, અને સરદારની મૂર્તિની ઉપર બ્રોન્ઝનું ક્લીયરિંગ છે. એટલે કે મૂર્તિની સ્કીન બ્રોન્ઝની બનેલી છે. આ પ્રોજેક્ટમાં એક લાખ 70 હાજર ક્યુબિટ મીટર કોન્ક્રીટ લાગ્યું છે. સાથે જ 2000 મેટ્રિક ટન બ્રોન્ઝનો પણ ઉપયોગ કરાયે છે. 5700 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 18500 મેટ્રિક ટન રિઈનફોર્સમેન્ટ બાર્સનો ઉપયોગ કરાયો છે. આ મૂર્તિ 22500 મેટ્રિક ટન સિમેન્ટમાંથી બની છે.