હવે આ ગામ લોકોને 40 કિ.મીનો લાંબા ચક્કર નહીં મારવો પડે! જાણો શું મળી લોકોને સુવિધા?
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના જ્યાં જીવના જોખમે લોકો કેવી રીતે નદી પાર કરી રહ્યા છે. નદીમાં પાણી છે, ક્યાં ઊંડાઈ અને ક્યાં ઉંચાઈ છે તે ખ્યાલ આવી શકે તેમ નથી. પાણી સતત વહી રહ્યું છે, તેમ છતાં પણ અનેક વાહનચાલકો આ જોખમ ખેડીને પણ નદી પાર કરી રહ્યા છે.
ઝી બ્યુરો/છોટાઉદેપુર: ગુજરાતમાં કોઈ જિલ્લો વિકાસમાં ઘણો પાછળ હોય તો તે છોટાઉદેપુર જિલ્લો છે. આ જિલ્લામાં એવા અનેક ગામ છે જે પ્રાથમિક સુવિધાઓ પણ ઝંખી રહ્યા છે. થોડા સમય પહેલા જ ઝી 24 કલાકે આપને ભારજ નદી કાંઠાના ગામનો એક અહેવાલ બતાવ્યો હતો. જ્યાં બ્રિજ તુટી પડતાં લોકોને 40 કિલોમીટર લાંબો ચક્કર મારવો પડતો હતો. તો આ ચક્કરથી બચવા અનેક લોકો જીવના જોખમે શોર્ટકટ લઈ રહ્યા હતા. ત્યારે હવે આ ગામ લોકોને લાંબા ચક્કર નહીં મારવો પડે. શું મળી ગામ લોકોને સુવિધા?
- ગામ લોકોને સુવિધા મળતાં થયો હાંસકારો
- ZEE 24 કલાકના ધારદાર અહેવાલની અસર
- 40 કિલોમીટરના ચક્કરથી મળી રાહત
- હવે નહીં લેવું પડે ગામ લોકોને જીવનું જોખમ
- અઢી કરોડના બ્રિજના થયા હતા બે ટુકડા
- ભ્રષ્ટાચારનો બ્રિજ તુટતાં સર્જાઈ હતી સમસ્યા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના જ્યાં જીવના જોખમે લોકો કેવી રીતે નદી પાર કરી રહ્યા છે. નદીમાં પાણી છે, ક્યાં ઊંડાઈ અને ક્યાં ઉંચાઈ છે તે ખ્યાલ આવી શકે તેમ નથી. પાણી સતત વહી રહ્યું છે, તેમ છતાં પણ અનેક વાહનચાલકો આ જોખમ ખેડીને પણ નદી પાર કરી રહ્યા છે. વાહનચાલકો અને રાહદારીઓને પણ ખબર છે કે તેઓ જે કરી રહ્યા છે તેમાં પુરેપુરુ જોખમ છે. પરંતુ કરે તો કરે શું? કારણ કે જો જોખમ ન લે તો 35 કિલોમીટર લાંબો ચક્કર મારવો પડે.
- જીવના જોખમે નદી પાર
- તંત્રના પાપે પરેશાની
- બ્રિજ તુટ્યો તો હેરાનગતિ
- પાણીમાંથી પસાર થતાં વાહનો
- કોઈ દુર્ઘટના બની તો?
- આ શોર્ટકટ ભારે પડી શકે
તો કેટલાક રાહદારીઓ જીવના જોખમે રેલવેના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. અહીં પણ જો ટ્રેન આવે તો જીવ જાય તેટલું જોખમ છે. પરંતુ રાહદારી આ જોખમ ખેડવા તૈયાર છે. કારણ કે 35 કિલોમીટરનો ચક્કર બહુ મોંઘો પડી જાય છે. તો કેવી મહામુશ્કેલીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે તે તમે જોયું. ઝી 24 કલાકે આ જ સમસ્યાનો ધારદાર અહેવાલ 15 ઓક્ટોબરે તમારા મનપસંદ કાર્યક્રમ જનતાની વાતમાં બતાવ્યો હતો. આ અહેવાલ પછી તંત્ર દોડતું થયું અને જ્યાં જીવનું જોખમ હતું તે ભારજ નદી પર જનતા ડાયવર્જન આપવામાં આવ્યું છે. આ ડાયવર્જન તૈયાર પણ થઈ ગયું છે અને તેના પરથી વાહનો પણ પસાર થવા લાગ્યા છે. જેના કારણે સ્થાનિકોની ખુશીનો પાર રહ્યો નથી.
- ભ્રષ્ટાચારના બ્રિજથી પ્રજાથી પરેશાની
- આખરે જનતાને મળ્યું જનતા ડાયવર્જન
- ડાયવર્જન મળતાં જનતા ખુશખુશાલ
- ZEE 24 કલાકના અહેવાલની અસર
- 15 ઓક્ટોબરે બતાવ્યો હતો અહેવાલ
નેશનલ હાઈવે 56નો સિહોદ પાસેનો ભારજ નદી પરનો બ્રિજ માત્ર થોડા મહિનામાં જ ધરાશાયી હતો. અઢી કરોડ રૂપિયાના આ બ્રિજમાં ભરપુર ભ્રષ્ટાચાર થયો હતો. બ્રિજ તુટી જતાં લોકો જીવના જોખમે નદીના પટમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. પરંતુ હવે આ ડાયવર્જન બનતાં જીવનું જોખમ તો ન રહ્યું. સાથે 40 કિલોમીટરનો લાંબો ચક્કર પણ નહીં મારવો પડે. હાલ પાવીજેતપુરની પ્રજા ઘણા સમયથી પરેશાન હતી. અનેક રજૂઆતો કરી છતાં કોઈ ઉકેલ આવતો નહતો. પરંતુ સ્થાનિક લોકોની માગણીને ઝી 24 કલાકે સરકાર સુધી પહોંચાડી જેના કારણે હવે ડાયવર્ઝન મળી ગયું છે. તેનાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.