ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોનની ખતરનાક એન્ટ્રી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 16 કેસ સામે આવતા હવે કુલ આંકડો 30 પર પહોંચ્યો છે. પરંતુ હવે સવાલ તે ઉભો થાય છે કે શું ગુજરાત ઓમિક્રોન સામે લડવા કેટલું તૈયાર છે? રાજ્યમાં ઓમિક્રોન નામની નવી આફત ફૂંફાડા મારી રહી છે. વડોદરામાં ગઈકાલે (ગુરુવારે) ઓમિક્રોનના 7 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. બીજી બાજુ કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો પણ થઇ રહ્યો છે. છેલ્લાં 6 મહિના બાદ 111 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. ઓમિક્રોનને લઈને રાજ્ય સરકાર (gujarat government) સતર્ક છે. ICU અને વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો સરકાર પાસે ઉપલબ્ધ છે. કુલ 87959 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના નવા 358 કેસ આવ્યા છે. ત્યારે ગુજરાતના મહાનગરોમાં ઓમિક્રોન સામે બાથ ભીડવા માટે કેવી તૈયારી કરાઈ છે તે તો આવનારો સમય દેખાડશે. રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ કેસ પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 કેસ સામે આવતા 30 પર આંકડો પહોંચી ગયો છે. 25 ઓમિક્રોન પેસન્ટ હાલ સારવાર હેઠળ છે, 5 દર્દીઓ સ્વસ્થ થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. 


લો બોલો! એવો આરોપી ઝડપાયો જે ઓનલાઈન છેતરપીંડીના રૂપિયા રોકડા કરી આપે છે...


થોડા સમય પહેલા આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ ઉપલબ્ધ છે. 6298 ICU બેડ, 48744 ઓક્સિજન બેડ, 19763 જનરલ બેડની વ્યવસ્થા કરાઈ છે. સાથે જ બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડની વ્યવસ્થા ઉભી છે. રેમડેસિવીરનો 334973 સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પૂરતો સ્ટોક છે. રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ 40,31,455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. 


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા, ગુજરાતમાં 7 સિનિયર IAS અધિકારીઓની બદલી


અત્રે નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે કેન્દ્ર સરકારે નવી ગાઈડ લાઈન પ્રમાણે અમલ કરવા રાજ્ય સરકારને સૂચના આપી છે. આ ગાઈડ લાઈન પ્રમાણે સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિગંભીર ગણવામાં આવશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ ગણવામાં આવશે...સાથે જ જરૂર પડે ત્યાં ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચના આપવામાં આવી છે.


આ ઉપરાંત હોસ્પિટલોમાં દવા અને પૂરતી સંખ્યામાં સ્ટાફ રાખવા તેમજ હોસ્પિટલ સ્ટાફને પુરતી તાલીમ આપવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube