Who is Teesta Setalvad: ગુજરાત પોલીસની એટીએસની ટીમે એનજીઓ ચલાવનાર તીસ્તા સેતલવાડની શનિવારે બપોરે મુંબઈ સ્થિત તેમના ઘરથી ધરપકડ કરી છે. સેતલવાડ પર આરોપ છે કે, તેણે પોતાનો હિત સાધવા માટે ગુજરાતના રમખાણો સંબંધિત ઝાકિયા જાફરીની અરજીમાં રસ લેતી રહી અને તથ્યોને પોતાની મરજી મુજબ ઘડતી રહી. રવિવારે સવારે તીસ્તાને લઈને ગુજરાત પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામા આવશે. આ ઉપરાંત ગુજરાત પોલીસને પૂર્વ પોલીસ અધિકારી આરબી શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના અન્ય એક પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે, ગુજરાત પોલીસ ત્રણેયની પૂછપરછ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002 માં ગુજરાત ગોધરા સ્ટેશન પર અયોધ્યથી પરત ફરતી સાબરમતી એક્સપ્રેસના બે ડબ્બાને બાળી નાંખવાની ઘટના બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયનો લોકો મોટી સંખ્યામાં હતા. આ રમખાણોમાં કોંગ્રેસના નેતા અહેસાન જાફરીની મોત થઈ હતી. એક વર્ગ દ્વારા આ રમખાણો માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓને દોષી ઠેરવ્યા હતા. તીસ્તા સેતલવાડ આ વર્ગનુ નેતૃત્વ કરનારામાંથી એક હતી. 


આ પણ વાંચો : તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, કોવિડ ટેસ્ટ માટે લઈ જવાઈ


તીસ્તાની ધરપકડની કહાની
તીસ્તા સેતલવાડા પતિ જાવેદ આનંદે જણાવ્યુ કે, શનિવારે સવારે સીઆઈએસએફના નોઈડા મુખ્યાલયથી તેમના પર ફોન આવ્યો હતો કે, હાલ તીસ્તાને કઈ એજન્સીથી સુરક્ષા મળી રહી છે? તેમની પાસે પહેલા સીઆઈએસએફની સુરક્ષા હતા. તે સુરક્ષા હટી ગયા બાદ તેમને મુંબઈ પોલીસ પાસેથી સુરક્ષા મળી હતી. જાવેદના અનુસાર, શનિવારે બપોરે સેતલવાડના પાડોશમાં રહેતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની સુરક્ષામાં લાગેલા બે લોકોએ આવીને પૂછપરછ કરી હતી કે તીસ્તા ઘર પર છે? તેના થોડા સમય બાદ 3.45 કલાકે ગુજરાત પોલીસ પહોંચી હતી. જાવેદે જણાવ્યુ કે, ગુજરાત પોલીસે જોતા જ અમે અમારો દરવાજો બંધ કરી દીધો હતો. અમે કહ્યુ કે, અમે અમારા વકીલના આવ્યા બાદ વાત કરીશું. તો બીજી તરફ તીસ્તાએ પોતાને બાથરૂમમાં બંધ કરી લીધી હતી. તેના બાદ પોલીસ તેને લઈ ગઈ હતી. 


સંજીવ ભટ્ટ હાલ ક્યાં છે
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ હાલ પાલનપુરની જેલમાં બંધ છે. તેઓ કસ્ટડીમાં મોતના એક કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યાં છે.