ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં રહેતા લોકો ઘરે બેઠા ઓનલાઈન PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકે છે. આ માટે, તેઓએ ઓનલાઈન દ્વારા અરજી ફી તરીકે 50 રૂપિયા જમા કરાવવાના રહેશે. સમાચાર અનુસાર, PVC આધાર કાર્ડ સંપૂર્ણપણે મૂળ આધાર કાર્ડ જ છે. તે ATM કાર્ડની જેમ દેખાવમાં આકર્ષક અને મજબૂત છે. આ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પાણી કે વરસાદમાં ભીના થવાથી બગડતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે બેઠા કેવી રીતે ઓર્ડર કરવું  PVC Aadhaar Card?


1. PVC કાર્ડ માટે, UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.i/ પર જવું.


2. પછી નીચે આવવું અને PVC આધાર વિકલ્પ પર ક્લિક કરવું.


3. તે પછી તમારો 12 અંકનો આધાર નંબર એડ કરો અને કેપ્ચા કોડ ભરો.


4. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ આવશે એટલે કે આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર.


5. પાસવર્ડ વેરિફિકેશન પછી, તમારી બધી માહિતી તપાસો અને હવે ઓનલાઈન દ્વારા રૂ.50 ચૂકવો.


6. હવે થોડા દિવસો પછી PVC આધાર કાર્ડ તમારા સરનામા પર પહોંચાડવામાં આવશે. જેનો તમે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકો છો.


આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub