Makar Sankranti 2024: ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને લઈને એક આગાહી કરાઈ છે. ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. એવામાં ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 13 અને 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સવાર સાંજ પવન કેવો રહેશે તેની આગાહી કરી નાંખી છે. આ સાથે 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેવાનું છે, 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે
જી હા...જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. 5 અને 6 જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવશે, એટલે કે વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 જાન્યુઆરીએ પણ વાતાવરણમાં નરમાશ જોવા મળી શકે છે. જોકે 11 જાન્યુઆરી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યારે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે. 14 અને 15 જાન્યુઆરી વાદળછાયુ વાતાવરણ રહેશે. 


ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે?
14મી જાન્યુઆરી ઉત્તરાયણના પૂર્વ મધ્યરાત્રીએ પવનનુ જોર સાથે સવારે ઠંડી રહેશે. સવારમાં પવનની ગતિ થોડી ઝડપી રહેશે. બપોર બાદ ધીમો પડશે. રાતે સ્પીડમાં પવન ફૂંકાશે. આ સાથે 15 જાન્યુઆરીની મધ્યરાત્રીએ પવનનુ જોર રહેશે. 16 અને 17 જાન્યુઆરીના રોજ પવન વધુ રહેશે.


24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું અનુમાન છે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમા ઘણા પલટા આવવાની શક્યતા રહેશે. 24 જાન્યુઆરીના રોજ ઠંડીનો ચમકારો રહેશે. હવે 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે.


ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે?
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન અંગે 2023નું વર્ષ કોયડા સમાન રહ્યુ હતુ તેવી રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કાંઈક અંશે ગૂંચવણભર્યુ તો રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.