અતુલ તિવારી/ અમદાવાદ: HTAT હિતરક્ષક સમિતિ દ્વારા પડતર માંગોને લઈ ફરી એકવાર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સમિતિ તરફથી પડતર માંગોને લઈ સીએમ, ડેપ્યુટી સીએમ અને શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. વારંવાર રજુઆત છતાં પડતર પ્રશ્નોના નિરાકરણ ના આવતા ધરણાં કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલ 6 પડતર માગણી


  • ધોરણ 1 થી 8માં HTAT આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે, વર્ષ 2019નો પરિપત્ર રદ્દ કરી વધ બદલી પામેલા મુખ્ય શિક્ષકોને માતૃ શાળામાં પુન:સ્થાપિત કરવામાં આવે

  • HTAT મુખ્ય શિક્ષકની તમામ હેતુ માટે નોકરી સળંગ ગણવામાં આવે

  • પ્રથમ ઉચ્ચતર વર્ગ 2 મુજબ જ આપવામાં આવે

  • કેળવણી નિરીક્ષકના પગારધોરણમાં વધારો કરવામાં આવે તો એ જ ન્યાયે HTAT નો પણ પગાર વધારો થાય

  • તાલુકા તેમજ જિલ્લા બદલીના કેમ્પ તાત્કાલિક કરવામાં આવે

  • HTAT મુખ્ય શિક્ષકોને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ખાતાકીય પરીક્ષા આપવા જોગવાઈ કરવામાં આવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube