જયેશ દોશી/નર્મદા :સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસીઓને આકર્ષવા માટે ડાયનાસોર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ નર્મદા ડેમ નજીક પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલું મહાકાય ડાયનાસોર પડી ગયું હતું. આ ઘટના કેવી રીતે બની હજી સુધી તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. આ ડાયનાસોરને નર્મદા ડેમ જતા રસ્તામાં મૂકવામાં આવનાર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઉલ્લેખનીય છે કે, સ્ટેટ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જિલ્લામાં 20 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને હજી પણ વધારે પ્રવાસીઓ આ જિલ્લામાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. વળી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ અહીં રોકાણ કરી શકે તે માટે વિવિધ 30 થી 35 આકર્ષણ આગામી 15 ઓક્ટોબર સુધીમાં ખુલ્લા મુકાશે. જેમાં 300 એકર જમીનમાં જંગલ સફારી પાર્ક આકાર લઇ રહ્યું છે. સાત અલગ અલગ પહાડી વિસ્તારમાં મોટા ડોમ બનાવીને સફારી પાર્ક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શાકાહારી પ્રાણી તરીકે હરણની 12 પ્રજાતિઓ ઉપરાંત વિદેશી પ્રાણીઓમાં ઝેબ્રા તેમજ જંગલી પ્રાણીઓ સાથે 1000 જેટલા દેશવિદેશના પક્ષીઓ લાવવામાં આવશે. દોઢ એકરનો એક અને એક એકરનો એક એવા બે ડોમમાં આ પશુ-પક્ષીઓને રાખવામાં આવશે. તેની સાથે જ એક ડાયનોટ્રોલ પણ બની રહ્યો છે. જેમાં ડાયનોસોરની ત્રણ પ્રિતિકૃતિ બનાવવામાં આવી રહી છે. જે નર્મદા નેસેસ એટલે કે નર્મદા જિલ્લાને લગતા ડાયનોસોર હશે. તે 75 ફૂટ અને બે 30 ફૂટના એમ ત્રણ ડાયનોસોર બનશે. જે નર્મદા ડેમ જતા રસ્તામાં બનાવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :