AHMEDABAD માં પોલીસનો માનવીય અભિગમ, દંડ નહી હવે માસ્ક અપાશે
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં માસ્ક નહી પહેરનારા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વાર માસ્ક નહી પહેરનારા લોકોની પાસેથી દંડ વસુલવામાં આવે છે. તેવામાં પોલીસ પ્રત્યે લોકોનાં મનમાં એક નકારાત્મક છબી ઉભી થઇ છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં માસ્ક નહી પહેરનારા લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વાર માસ્ક નહી પહેરનારા લોકોની પાસેથી દંડ વસુલવામાં આવે છે. તેવામાં પોલીસ પ્રત્યે લોકોનાં મનમાં એક નકારાત્મક છબી ઉભી થઇ છે.
રાજ્યમાં કોવીડની સ્થિતિને અનુલક્ષીને બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ અપાયો
આ નકારાત્મકતાને દુર કરવા માટે પોલીસ દ્વારા માનવતાપુર્ણ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે પોલીસ એક્શન મોડમાં આવી ચુકી છે. અમદાવાદમાં ડીસીપીને જવાબદારી સોંપાવામાં આવી છે. રવિવારે ઝોને 7 ડીસીપી પ્રેમસુખ દેહલુંને જવાબદારી સોપાઈ છે.
ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના લોકોને ફ્રીમાં અપાશે વેક્સીન, 1 મેથી શરૂ થશે વેક્સીનેશન
પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શહેરમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોમાં જાગૃતિ આવે એટલે હાલમાં દંડ નહીં લઈને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાઓના સહયોગથી પોલીસ વિભાગ દ્વારા દરરોજના ૪૦૦૦ માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે. જાહેરનામાનો ભંગ હેઠળ રોજના ૪૦૦ થી ૫૦૦ જેટલા કેસ કરાઈ રહ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવવા અને ઓકિસજન પ્લાન્ટ એને ઈન્જેકશન સેન્ટર ઉપર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત હેઠળ જનતા સહકાર આપતા જણાવીને વધુ જાગૃત બનવા માટે ડીસીપી દ્વારા અપીલ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube